September 20, 2021
September 20, 2021

NIRF Ranking 2021 : દેશની ટૉપ 10 કોલેજોનું લિસ્ટ જાહેર

મેનેજમેન્ટમાં IIM અમદાવાદ ટૉપ

શિક્ષણ મંત્રાલયે દેશની વિભિન્ન બેસ્ટ કોલેજોનું આજે એટલે કે 9 સપ્ટેમ્બરે લિસ્ટ કર્યુ જાહેર કર્યું છે. જે અંતર્ગત IIT મદ્રાસને ‘ઓવરઓલ’ અને ‘એન્જિનિયરિંગ’ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. સરકારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF)ના આધારે આજે યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની રેન્કિંગ જાહેર કરી છે જેમાં IIT મદ્રાસે સતત ત્રીજા વર્ષે ટોપ કર્યું છે.

NIRF રેન્કિંગ 2021 દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની છઠ્ઠી NIRF રેન્કિંગ છે. IITs એ આ વર્ષે એન્જિનિયરિંગ કેટેગરીમાં ટોચની 10 એન્જિનિયરિંગ કોલેજોમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે બે NITs એ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. દેશની ટોચની 10 એન્જિનિયરિંગ કોલેજો છે. IIT મદ્રાસ, IIT દિલ્હી, IIT બોમ્બે, IIT કાનપુર, IIT ખડગપુર, IIT રૂરકી, IIT ગુવાહાટી, IIT હૈદરાબાદ, NIT તિરુચિરાપલ્લી અને NIT સુરથકલ.

મહત્વનું છે કે 29 સપ્ટેમ્બર 2015ના રોજ તત્કાલીન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ NIRF રૅન્કિંગની શરૂઆત કરી હતી. 4 એપ્રિલ 2016એ પોતાના રિસર્ચ બાદ કૉલેજોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યારથી દર વર્ષે HRD મંત્રાલય આ રૅન્કિંગ જાહેર કરે છે. દરેક ક્ષેત્રની ભારતીય શૈક્ષણિક સંસ્થાનોને વિવિદ માપદંડ પર તેમની ઉત્કૃષ્ટતાના આધાર પર નેશનલ રૅન્ક આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના પગલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ રૅન્કિંગ જાહેર કરવાનો કાર્યક્રમ વર્ચ્યુઅલ જ રાખવામાં આવ્યો હતો.

 29 ,  1