September 24, 2020
September 24, 2020

રાજ્યોને GSTમાં વળતર લેવા RBI પાસે જવાની છૂટ, કાઉન્સિલની બેઠકમાં લેવાયા નિર્ણય

GST કાઉન્સિલની 41મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું હતું કે, પાંચ કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રાજ્યોને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. કેન્દ્ર પોતે ઉધાર લઈને રાજ્યોને વળતર આપે કે પછી RBI પાસેથી ઉધાર લેવામાં આવે. 

આ બે વિકલ્પ પર બધા રાજ્યો સાત દિવસમાં પોતાની સલાહ આપશે. એટલે સાત દિવસ બાદ ફરીથી એક બેઠક થશે. નોંધનીય છે કે આ છૂટ માત્ર આ વર્ષ માટે જ છે એપ્રિલ 2021માં ફરીથી કાઉન્સિલની મિટિંગ થશે અને નિર્ણય લેવામાં આવશે. 

નોંધનીય છે બેઠકમાં રાજ્યોને જીએસટીમાં રાહત આપવા મુદ્દે મંથન કરવામાં આવ્યું. આ સિવાય બાઈક અને સ્કૂટર પર જીએસટી કપાતની સંભાવના છે. નોંધનીય છે જે નાણામંત્રીએ જ થોડા દિવસ પહેલા સંકેત આપ્યા હતા કે તેના કર ઓછા થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે બે પૈડાવાળા વાહનો વૈભવી સમાનામાં આવી શકે નહીં જેથી આ મામલો જીએસટી કરમાં સંશોધનનો મામલો છે. 

તેમણે કહ્યું હતું કે ટૂ વ્હિલર વાહનો પર કર સંશોધન મામલે કાઉન્સિલની બેઠકમાં વિચાર કરવામાં આવશે. નોંધનીય છે કે આ સિવાય દેશની સૌથી મોટી ટૂ વ્હીલર વાહન કંપની હીરો મોરો કોર્પે સરકારને જીએસટીમાં રાહતની અપીલ કરી હતી. વર્તમાનમાં ટૂ વ્હીલર વાહનો પર 28 ટકા જીએસટી લાગે છે.  

કોરોના વાયરસ સંકટના કારણે દેશનાં બધા રાજ્યો આર્થિક તંગીથી પસાર થઇ રહ્યા છે અને જીએસટીમાં રાહત કઈ રીતે આપવી તે મુદ્દે મંથન કરવામાં આવ્યું. રાજ્યોને મે મહિનાથી ઓગસ્ટ સુધી કોઈ રાહત મળી શકી નથી. સરકારે હાલમાં જ એક સમિતિને જણાવ્યું હતું કે તેની પાસે રાજ્યોને ફાળો આપવા માટે પૈસા જ નથી.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર