કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ, હવે LTC માટે કેશ વાઉચર

 કેન્દ્રીય કર્મચારીઓને 4 વર્ષમાં એકવાર એલટીસીનો લાભ આપવામાં આવશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. નાણાં પ્રધાને કહ્યું કે એલટીસી વાઉચર યોજનામાં સરકારી કર્મચારીઓ રજાના બદલામાં વાઉચર લઈ શકે છે. આ યોજના હેઠળ કેન્દ્રના 1 કરોડથી વધુ કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) માટે કેશ વાઉચર આપવામાં આવશે. આ સિવાય ફેસ્ટિવલ એડવાન્સ યોજના હેઠળ કર્મચારીઓને રૂ. 10,000 સુધીની રકમ પણ મળશે.

 LTC કેશ વાઉચર સ્કિમ

આ કેશ વાઉચર્ચનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીઓ કોઈ પણ સામાન ખરીદી કે સર્વિસ માટે કરી શકે છે. પરંતુ તેણે LTCની રકમના ત્રણ ગણા ખર્ચ કરવો પડશે. કર્મચારીને તે જ સામાન ખરીદવા પડશે જેના પર 12 ટકા કે તેનાથી ઉપર જીએસટી લાગતો હશે. સામાન ફક્ત GST રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી જ લેવાનો રહેશે. કર્મચારીએ જ્યાં ખર્ચો કર્યો છે તેના ઈનવોઈસ પણ દેખાડવા પડશે. તો જ બધી છૂટ મળશે. આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓને મળનારી 10 દિવસની લીવ ઈનકેશમેન્ટ પણ ખર્ચ કરવી પડશે. આ બધા ખર્ચા તેણે 31 માર્ચ 2021 સુધીમાં કરવાના રહેશે. આ તમામ ખર્ચા અને ખરીદીનું પેમેન્ટ ડિજિટલ મોડમાં હોવું જોઈએ. 

નાણા મંત્રાલયે જણાવ્યું કે એલટીસી કેશ વાઉચર સ્કીમ હેઠળ સરકારી કર્મચારીની પાસે લીવ ઇનકેશમેંટ પછી કેશ પ્રાપ્ત કરવાનો વિકલ્પ હશે. અને તે ત્રણ વાર ટિકિટ ભાડુ, 13 ટકા કે તેનાથી વધુના જીએસટી વાળા પ્રોડક્ટ ખરીદવાનો ખર્ચ ઉઠાવી શકશે. આ સિવાય ડિજિટલ લેવડ દેવડની પણ છૂટ રહેશે. જીએસટી ઇનવોઇસ જમા કરવવા પડશે. સરકારને આશા છે કે એલટીસી કૈશ વાઉચર સ્કીમથી લગભગ 28,000 કરોડ રૂપિયાની કંજ્યૂમર માંગ વધવામાં મદદ રહેશે.

અત્રે જણાવવાનું કે કેન્દ્રીય કર્મચારીઓને દર ચાર વર્ષે પોતાની પસંદની એક મુસાફરી અને એકવાર પોતાના હોમટાઉન જવા માટે LTC મળે છે. પરંતુ કોરોના સંકટના કારણે તેઓ આ વખતે જઈ શકે તેમ નથી. તો સરકારે હવે ભાડાને કેશ વાઉચર્ચમાં ફેરવીને કર્મચારીઓને આપશે. જે તેમણે 31 માર્ચ 2021 સુધીમાં ખર્ચ કરવાનો છે. સરકારને આશા છે કે તેનાથી દેશમાં ખર્ચ વધશે. 

આ સ્કીમથી કેન્દ્રીય કર્મચારીઓ પર 5675 કરોડ રૂપિયા મળશે. જો સરકારી કંપનીઓ અને સરકારી બેંકો પણ તેને લાગુ કરશે તો 1900 કરોડ રૂપિયા વધુ મળશે. જો રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટર્સ પણ કેન્દ્રની આ વાત માનશે તો 19000 કરોડ રૂપિયાની ડિમાન્ડ પેદા થશે. 

 સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કિમ

સરકાર ડિમાન્ડ વધારવા માટે તહેવારની સિઝનનો બરાબર ઉપયોગ કરવા માંગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યારે સાતમું પગાર પંચ આવ્યું હતું ત્યાં સુધી એડવાન્સની જોગવાઈ નહતી. આ માટે એડવાન્સ સ્કિમ ચાલતી હતી. સરકાર એકવાર ફરીથી સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કિમ લઈને આવી છે. આ સ્કિમ દ્વારા દરેક કેન્દ્રીય કર્મચારીને 10,000 રૂપિયા એડવાન્સ દેવાની જોગવાઈ કરવામાં આવી છે. જે ઈન્ટરેસ્ટ ફ્રી હશે. જેને 10 હપ્તામાં ચૂકવવાની રહેશે. આ એડવાન્સ રૂપે ડેબિટ કાર્ડમાં પ્રી લોડેડ હશે. તે વન ટાઈમ એડવાન્સ સ્કિમ હશે. જે ફક્ત આ ફેસ્ટિવ સિઝન માટે શરૂ થશે. 

રાજ્યોને વ્યાજમુક્ત લોન

કેન્દ્ર સરકાર રાજ્યોને 12,000 કરોડ રૂપિયાની લોન આપશે. આ લોન 50 વર્ષ માટે અપાશે. જે સંપૂર્ણ રીતે વ્યાજમુક્ત રહેશે. રાજ્યોને આ કરજ તેમના પ્રોજેક્ટ પૂરા કરવા માટે અપાશે જેથી કરીને ઈકોનોમીને ગતિ મળી શકે. 

આ રકમમાંથી 1600 કરોડ રૂપિયા નોર્થ ઈસ્ટ રાજ્યોને અપાશે. 900 કરોડ રૂપિયા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને મળશે. બાકીના 7500 કરોડ રૂપિયા અન્ય રાજ્યોને મળશે. 2000 કરોડ રૂપિયા તે રાજ્યોને અપાશે જે પહેલા અપાયેલા રિફોર્મ્સને પૂરા કરે છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ રકમને નવા કે ચાલુ પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવાના રહેશે. આ કરજથી રાજ્ય કોન્ટ્રાક્ટર્સ અને સપ્લાયર્સના બિલની પતાવટ કરી શકે છે. પરંતુ સમગ્ર રકમ 31 માર્ચ 2021 સુધીમાં ખર્ચ કરવાની રહેશે. આ લોન હાલ રાજ્યોની ઉધાર લેવાની મર્યાદા પર અપાશે. એટલે કે તેમને જેટલી લોન મળે છે તેના ઉપર આ લોન અપાશે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર