સદનમાં વિપક્ષો પર વરસ્યા સીતારમણ, રાહુલના ‘હમ દો હમારે દો’ નિવેદન પર આપ્યો જવાબ

‘કિસાનો કે લિયે ઘડિયાલી આંસૂ બહાને સે કુછ નહીં હોગા..’

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સામાન્ય બજેટ પર જવાબ આપતા દરમિયાન વિપક્ષોને બરાબર આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, પીએમ કિસાન સન્માન યોજના શરૂ થવાથી લઈને અત્યાર સુધી 10.75 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં 1.15 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ ઉપરાંત તેમણે કૃષિ કાયદા મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. 

રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

નાણામંત્રીએ કહ્યું કે, ‘મેં વિચાર્યું હતું કે કૃષિ કાયદાના એક ખંડને કાઢીને રાહુલ ગાંધી સંસદમાં કહેશે કે આના કારણે ખેડૂતોનું નુકસાન થવાનું છે, જેનું સમર્થન અમે કરીશું નહીં. આમ કરીને આ ત્રણેય કાયદામાંથી એક તો એવી જોગવાઈ બતાવશે કે જે ખેડૂતો વિરુદ્ધ છે, પરંતુ એવું બન્યું નહીં.’ તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી જણાવે કે કૃષિ કાયદામાં આખરે કમી શું છે? 

નાણામંત્રીએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધીના હમ દો હમારે દો નિવેદનનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે એક પાર્ટીની સરકારમાં દામાદને અનેક રાજ્યો (રાજસ્થાન, હરિયાણા) માં જમીન મળી. હું તમને તેની વિગતો આપી શકું છું. હકીકતમાં હમ દો હમારે દો આ છે. હમ દો લોગ પાર્ટીની દેખરેખ કરી રહ્યા છે. બાકીના બે લોગ (પુત્રી અને જમાઈ) બીજી ચીજોને જોશે પરંતુ અમારી પાર્ટી આમ કરતી નથી. પીએમ સ્વનિધિ યોજના તેનું ટ્રેલર છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ નાના-નાના વેપારીઓને મદદ કરાઈ. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં બજેટ ભાષણ અંગે ચર્ચાનો જવાબ આપ્યો. સીતારમણે લોકસભામાં તેમની સ્પીચમાં બે વખત જમાઈનો ઉલ્લેખ કર્યો. તેમનો ઈશારો સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા તરફ હતો, પણ તેમણે નામ ન લીધું. સીતારમણે રાહુલ ગાંધીના એ નિવેદન અંગે જવાબ આપ્યો, જેમાં કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે દેશને 4 લોકો ચલાવે છે; અમે બે અને અમારા બે. નાણામંત્રી રાજ્યસભામાં પણ આ પ્રકારનો કટાક્ષ કરી ચૂક્યા છે.

રાહુલના અમે બે અમારા બેવાળા નિવેદન અંગે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અમે અને અમારા બેનો અર્થ છે કે બે લોકો પાર્ટીને સંભાળશે અને બે અન્ય લોકો છે, જેમને સંભાળવાનો છે એટલે કે દીકરી અને જમાઈ. અમે આવું નથી કરતા. અમે 50 લાખ સ્ટ્રીટ ટ્રેડર્સને એક વર્ષ સુધી 10 હજાર આપ્યા. આ સ્ટ્રીટ વેન્ડર્સ કોઈના ઘનિષ્ઠ મિત્ર નથી.

 57 ,  1