Budget 2021 LIVE: બજેટ ઉડતી નજરે……

નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય માણસને રાહત આપવામાં આવશે તેમજ સ્વાસ્થ્ય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડોશી દેશો સાથે તંગદિલી વધવાની સાથે સંરક્ષણ વધુ ખર્ચ કરીને સરકાર આિર્થક સુધારાઓને આગળ વધારવા પર ધ્યાન આપશે તેવી આશા રાખવામાં આવે છે.

બીજી બાજુ બજેટના આગલા દિવસે જ સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. બજેટ પૂર્વે કેન્દ્રની તીજોરી છલકાઈ હોય તેમ જાન્યુઆરી 2021માં સરકારનું જીએસટી કલેક્શન વિક્રમી રૂ. 1.20 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે તેમ સરકારે રવિવારે જણાવ્યું હતું.

જાન્યુઆરી 2020ની સરખામણીમાં સરકારની જીએસટી આવક રૂ. 10 હજાર કરોડ વધી છે. જીએસટી કલેક્શનનો અગાઉનો વિક્રમ ડિસેમ્બર 2020માં 11.6 ટકાના અનપેક્ષિત ઉછાળા સાથે જીએસટી કલેક્શન રૂ. 1.15 લાખ કરોડ થયું હતું.

કોંગ્રેસ સાંસદે બજેટના વિરોધમાં કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔઝલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યા છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણના પણ બહિષ્કાર કર્યો હતો. હવે ખેડૂત આંદોલનના મુદ્દે કોંગ્રેસ સાંસદ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બજેટ પહેલા શેર બજારમાં રોનક જોવા મળી

દેશનુ બજેટ 2021-22 રજૂ થયા પહેલા સોમવારે શેર બજારોમાં રોનક રહી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનુ સેન્સેક્સ લગભગ 400 અંકના વધારાની સાથે 46,617.95 અંક પર ખુલ્યુ જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જની નિફ્ટી 13,758.60 અંક પર રહ્યુ.

કોરોના આવ્યા પછી આ પહેલીવાર સામાન્ય બજેટ પસાર થઈ રહ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતના ઈતિહાસમાં પહેલીવાર આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની શરૂઆત કરતાં નિર્મલાએ કહ્યું- આ બજેટનો પહેલો હિસ્સો છે- હેલ્થ એન્ડ વેલબીઈંગ. અમે બચાવ, સારવાર અને વેલ બીઈંગ પર ફોકસ કરવા માંગીએ છીએ. 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે નાણામંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરાશે. નવી બીમારીઓનો ઈલાજ કરાશે. 70 હજાર ગામડાઓને વેલનેસ સેન્ટર્સને તેનાથી મદદ મળશે. 602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે. ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરાશે. 15 હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવશે. 9 બાયો સેફ્ટી લેવલ 3 લેબ શરૂ કરાશે.

બજેટની ખાસ વાતો

 • મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે
 • સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી
 • સ્વાસ્થ્ય માટે 137 ટકાનો વધારો
 • સ્વાચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.
 • અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
 • કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત
 • આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે
 • જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે
 • આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે
 • હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે
 • 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે
 • તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક
 • કોરિડોર બનાવવામાં આવશે
 • કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે
 • મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત
 • પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત
 • રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી
 • રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે
 • રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર
 • ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે
 • 18 હજાર કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ
 • ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા
 • વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત
 • હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત
 • ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે
 • જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના
 • ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર