મોદીએ કહ્યું- 2024 સુધી દેશની અર્થવ્યવસ્થા 5 ટ્રિલયન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે નીતિ આયોગની 5મી બેઠક થઈ હતી. રાષ્ટ્રપતિ ભવનમાં થયેલી આ બેઠકમાં મોદીએ કહ્યું કે સૌનો સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ મંત્ર પુરો કરવામાં નીતિ આયોગની મહત્વની ભૂમિકા છે.

નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની શરૂઆતી બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વર્ષ 2024 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર એટલે કે 34,94,00,00 કરોડ રૂપિયા સુધીનું કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

કેન્દ્ર સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર માછલી પાલન, પશુપાલન, ફળ અને શાકભાજીના ઉત્પાદન પર ભાર આપી રહી છે. પીએમ કિસાન, કિસાન સમ્માન નિધિ અને અન્ય યોજનાઓનો લાભ ખેડૂતોને સમય પર પહોંચાડવા પર ભાર આપવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉપલબ્ધ પાણીનું સંરક્ષણ ખુબ જ જરૂરી છે. આ વખતે રચાયેલ જળ શક્તિ મંત્રાલય પાણીનો યોગ્ય ઉપયોગ વ્યાપક દ્રષ્ટિકોણ વિકસિત કરશે. તેમણે રાજ્યોને અપીલ કરી કે તેઓ પણ જળ સંરક્ષણ અને જળ પ્રબંધન સાથે જોડાયેલો કોઇ પ્રયાસને એક પ્લેટફોર્મ પર લાવી શકે છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી