મોદી – 2.0 : નીતિ આયોગની પ્રથમ બેઠક આજે

૧૫ જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠકની અધ્યક્ષતા કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રી, સંઘ શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારી ભાગ લેશે.આ બેઠકમાં જળ સંચય, દુષ્કાળની સ્થિતિ તથા રાહત ઉપાય, કૃષિ ક્ષેત્રના સંકટ, રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને ખરીફ પાક માટે તૈયારીઓના મુદ્દા પર વિચાર વિમર્શ કરશે. સત્તાવાર નિવેદન અનુસાર, બેઠકના પાંચ મુદ્દા એજન્ડામાં મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, કૃષિમાં ફેરફાર અને સુરક્ષા સંબંધિત મુદ્દા પણ સામેલ છે. બેઠકમાં ખાસ કરીને નક્સલ પ્રભાવિત જિલ્લાઓ પર વિચાર વિમર્શ થશે.

નવી નરેન્દ્ર મોદી સરકારમાં આ ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠક છે.વડાપ્રધાનની આગેવાનીમાં ગર્વર્નિંગ કાઉન્સિલના સભ્યોમાં નાણા, ગૃહ, રક્ષા, કૃષિ, વાણિજ્ય અને ગ્રામિણ વિકાસ મંત્રીઓ ઉપરાંત રાજ્યોના મુખ્યમંત્રી, નીતિ પંચના ઉપાધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી સામેલ છે. ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં આગાઉ થયેલી બેઠક પર થયેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવે છે અને સાથે જ ભવિષ્યની વિકાસથી સંબંધિત પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવે છે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર