September 28, 2020
September 28, 2020

ખેલૈયા માટે સારા સમાચાર, નવરાત્રિ અંગે નીતિન પટેલે આપ્યા આ સંકેત

કોરોના મહાવારી વચ્ચે યોજાઇ શકે છે નવરાત્રિ, સરકાર કરી રહી છે વિચારણા

ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થતી હોય છે, પરંતું આ વર્ષે કોરોનાના કારણે ગરબાનું આયોજન થશે કે નહીં તે મોટો સવાલ છે. ત્યારે આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિના આયોજનને મંજૂરી અપાય તેવો સંકેત આપ્યો છે. નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે અને  શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેના વિશે ચર્ચા કરવા તૈયાર છે.

નીતિન પટેલે નવરાત્રિને મંજૂરી મુદ્દે જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયા નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે.  કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યરે સરકાર આ અંગે વિચારણા કરશે. તેમણ કહ્યું કે,  ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે  હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે.

કોરોનાના કારણે નવરાત્રિ રદ્દ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે. કોરોનામાં બનાવેલ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન સાથે નવરાત્રિ આયોજનની છૂટ મળી શકે છે.

નીતિન પટેલના જણાવ્યા મુજબ, નવરાત્રિના આયોજન અંગે સરકાર વિચારી રહી છે. આ આયોજન કેવી રીતે કરવી તેના સંદર્ભે ચર્ચા કરીએ છીએ. શક્ય એટલી રાહત અને છૂટછાટ આપી શકાય તે વિશે ચર્ચા ચાલી રહી છે. 

 136 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર