ડોક્ટર્સને હડતાળ પર ન જવા ગુજરાત સરકારની અપીલ

પશ્ચિમ બંગાળ રાજ્યમાં ડોક્ટર્સ પર થયેલ હુમલાના વિરોધમાં ગુજરાતના ડોકટરોએ તા. 17-06-2019ના રોજ હડતાળ પડવાનું એલાન આપ્યું છે. તે સદર્ભે દર્દીની હિતને ધ્યાનમાં રાખીને ગુજરાતના ડોક્ટર્સ હડતાળ ન પડે તેવી અપીલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી છે.

નાયબ મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેઓને કોઇ તકલીફ ન પડે તે માટે તથા ઇમરજન્સી તથા કેજ્યુલીટી સમયે પણ દર્દીને સત્વરે સારવાર મળી રહે તે આશયથી દર્દીના હિતને ધ્યાનમાં લઇ રાજ્યના ડોક્ટરોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે અપીલ કરી છે. તેમાં તમામ ડોક્ટર્સ તથા એસોશીએશનો સહકાર આપીને પોતાની સેવાઓ તથા યથાવત રાખે તે જરૂરી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી