“અધિકારીઓના કહ્યા મુજબ મેં તો ક્યારેય કામ નથી કર્યું..”

નીતિન પટેલે કોંગ્રેસને આપ્યો વળતો જવાબ

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલ હાલ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ગઇકાલે મહેસાણામાં આયોજીત ભાજપ કાર્યકર્તાઓના એક સંમેલનમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ.

ત્યારે આજે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધી આકરા કટાક્ષ કર્યા હતા. સરકાર અધિકારીઓ ચલાવે છેના આરોપ પર નીતિન પટેલ કોંગ્રેસ પર ગર્જયા, કહ્યું અધિકારીઓના કહ્યા મુજબ મેં તો ક્યારેય કામ નથી કર્યું..

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના કાર્યક્રમમાં મહેસાણા ખાતે ગેરહાજર રહેલા નીતિન પટેલ મહેસાણાની મુલાકાત લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રજાનો આવકાર મળી રહ્યો છે. નારાજગીની વાત વચ્ચે મહેસાણા ખાતે નીતિન પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેને રાજકીય વિશેષજ્ઞ શક્તિ પ્રદર્શન તરીકે જોઈ રહ્યા છે. બીજી તરફ મહેસાણાની આ મુલાકાત દરમિયાન નીતિન પટેલે મહેસાણા અને કડી વાસીઓને ખાસ ભેટ પણ આપી હતી. અને સાથે સરકાર અધિકારીઑથી ચાલતી હતી એવા કોંગ્રેસના આરોપ પર સણસણતો જવાબ આપ્યો હતો.

ગુજરાતમાં સરકાર અધિકારીઓના ઈશારે ચાલતી હોવાના કોંગ્રેસના આક્ષેપ પર નીતિન પટેલે વળતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યું કે સરકાર અધિકારીઓને પૂછીને ચાલે છે તેવી બહાર લોકો ખોટી વાતો કરે છે. સરકાર અધિકારીઓ કહે એમ ન ચાલી શકે.. અધિકારીઓ કહે એમ મેં તો ક્યારેય કામ નથી કર્યું. હંમેશા કોઈપણ યોજનાહોય તો જે તે ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને પૂછીને પ્રજાના હિતમાં નિર્ણયો લીધા છે.પ્રજાને પૂછીને એટલે કે લોકોના મનમાં જે હોય તેવી રીતે સરકાર ચાલે છે. આમ, નીતિન પટેલ અધિકારીશાહીને જાકોર આપી કોંગ્રેસના આરોપને વખોડી કાઢ્યા હતા  અને કહ્યું હતું કે સરકાર લોકોની છે, લોકો કહે તેમ ચાલે છે નહીં કે અધિકારીઓ..

85 કરોડના ખર્ચે 8 માળની નવી સિવિલ હોસ્પિટલની ભેટ

નીતિન પટેલની મહેસાણા મુલાકાત દરમિયાન ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોટા મોટા કાર્યક્રમમો અને મસમોટી રેલીઑ પ્રજાનો અને ભાજપના કાર્યકરોનો આવકાર જોઈ નીતિન પટેલ ગદગદિત થઇ ગયા હતા એન કહ્યું હતું કે હું હિમાલય ચડીને આવ્યો હોય તેવુ મને સન્માન મળ્યું મારા જૂના દિવસોની આજ યાદ તાજા થઈ ગઈ. કડી પહોંચેલા નીતિન પટેલે મોટી જાહેરાત પણ કરી હતી અને કહ્યું હતું કે મહેસાણામાં હાલ જે હોસ્પિટલ છે ત્યાં નવી સિવિલ હોસ્પિટલ બનશે, 85 કરોડના ખર્ચે 8 માળની નવી સિવિલ હોસ્પિટલનું કામ ઝડપથી ઉપાડવામાં આવશે. સાથે એ પણ કહ્યું હતું કે આ કામ સમયસર ચાલુ થાય તેની હું દેખરેખ રાખીશ. જનતાએ મને ભરપૂર પ્રેમ આપ્ચો છે. મે હમેશા લોકોને સારા અને સાચા કામમાં મદદ કરી છે. જેથી જ કામનું ઋણ ચૂકવવા નાગરિકો મને આવો આવકાર આપી રહ્યા છે

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી