September 19, 2021
September 19, 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા બાદ બોલ્યા નીતિન પટેલ – હું નારાજ નથી…

‘મૈં અઠારા સાલ કા થા તબ સે જનસંઘ સે લેકે આજદીન તક બીજેપી કા કાર્યકર હું ઔર રહુંગા’

ભાજપના નેતૃત્વમાં ફરી એકવાર ચોંકાવનારો નિર્ણય લેતાં ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે, એવામાં ભાજપે ચૂંટણી પહેલાં રાજ્યના આ મુખ્ય સમાજને સાધી લીધો છે. જોકે તે રાજ્યના તમામ મોટા પાટીદાર નેતાઓના મુકાબલે ખૂબ ઓછા ચર્ચામાં રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવા પાછળ એક કારણ ભાજપના રાજ્યના મોટા નેતાઓને જૂથવાદને પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પસંદ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ ના ખાસ છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રીના ઘરે ભૂપેન્દ્ર પટેલના ખુશી માહોલ છે. પાડોશીઓએ મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી તરીકે નિતિન પટેલની પસંદગી ન થતાં તેઓ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.

નીતિન પટેલે નારાજગી મુદ્દે પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, બીલકુલ નહીં, યે  આપ સબ લોગ બનાતે હો ઔર આપ સબ હી યે બડી બડી બાતે રખતે હો. જબ નામ ચલતા થા તબ ભી ચલા દીયા. નહીં હુઆ તો ભી ચલા દીયા. અબ મંત્રી મંડલ કી બાત કરેંગે. મંત્રી બનને કે બાદ કીસ કો કૌન સા ડિપાર્ટમેન્ટ દેંગે ઐસી ભી બાત ચલાયેંગે. યે તો આપકા વ્યવસાય હૈ. લેકિન હમારી ભારતીય જનતા પાર્ટી ઇસ પ્રકાર કા સંગઠન હૈ ઔર મેં આજકલ કા નહીં, મૈને બાર બાર બોલા હૈ, મૈં અઠારા સાલ  કા  થા તબ સે જનસંઘ સે લેકે આજદીન તક બીજેપી કા કાર્યકર હું ઔર રહુંગા. કોઈ સ્થાન, જગહ મિલે કી ન મિલે, ઓ બડી બાત નહીં હૈ. લોગો કો પ્રેમ, સ્નેહ ઔર સન્માન વો હી બડી બાત હૈ. ઔર હમારી હી સબ ભાઈ, સબ બહને, જીસકો ભી જો સ્થાન મીલતા હૈ, વો હમારે હી હૈ. 

તેમણે જણાવ્યું હતું કે, હું નારાજ નથી. હું અમિત શાહનું સન્માન કરવા માટે એરપોર્ટ પર પણ જવાનો છું.  બધાને બધું મળે એવું ક્યારેય બનતું નથી. અમે પણ કઠિન નિર્ણયો લીધા છે, નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય. અમે પણ લોકોને ટિકિટ નથી આપી. દુઃખનું કોઈ કારણ નથી. કઠિન નિર્ણયો લેવા જરૂરી હોય છે. પાર્ટીને જે ઠીક લાગ્યું એ પાર્ટીએ કર્યું. હું 18 વર્ષનો હતો ત્યારથી કાર્યકર્તા રહ્યો છું અને કાર્યકર્તા હંમેશા રહીશ. પાર્ટી જે જવાબદારી આપશે તે સ્વીકારીશ. મહેસાણામાં આપેલા નિવેદન બાબત નીતિન પટેલે કહ્યું. જનતાનો અને મતદારોનું ઋણ સ્વીકાર કરવો એ અમારી પરંપરા છે, મેં જનતાનો ઋણ સ્વીકાર જ કર્યો છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. અગાઉ રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.

 46 ,  1