‘જ્યારે જરૂર પડે ત્યારે વિરાટ સ્વરૂપ બતાવવુ પડશે…’

ઊમિયાધામના ભૂમિપૂજનમાં બોલ્યા નીતિન પટેલ

અમદાવાદના સોલામાં આજે પાટીદાર સમાજ દ્વારા ઉમિયાધામ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, આ સોલાના આ કાર્યક્રમમાં ઊમિયાધામનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સ્ટેજ પરથી ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ. 

સ્ટેજ પરથી નીતિન પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમને કહ્યું કે, ભૂપેન્દ્રભાઇ જેટલા નમ્ર વ્યક્તિ મે આજ સુધી જોયા નથી. હું તેમને રોજ ટીવી પર જોઉં છું. ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તે મારા ઘરે પ્રૉટોકૉલ તોડીને મને મળવા આવ્યા હતા, તેમને કહ્યું હતુ કે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. 
 
પાટીદાર સામાજિક સંસ્થાઓમાં વિખવાદોને લઇને પણ પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું હતુ, આ સંસ્થા અને વિશ્વ ઉમિયાધામ બન્ને સંસ્થા આપણી છે, નવા મંદિરો બનવાથી મુખ્ય મંદિર ઊંઝાધામનું કોઇ મહત્વ ઘટવાનું નથી, તેમને ટકોર કરતાં કહ્યું કે, બોલવાનું કામ અને કરવાનું કામ ન કરો, સ્ટેન્ડ એકજ રાખો બધા અને સાથે રહો. જેમાં ભાગ પડ્યા, જેનો વિવાદ થયો તેનું ક્યારે કોઇ માન રહેતું નથી. નીતિન પટેલે વધુમાં કહ્યું વિવાદમાં પડ્યા વિના જ્યારે જરૂર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખવી પડશે. વિરાટ સ્વરૂપ ત્યારે બતાવી શકીએ જ્યારે સમાજમાં એકતા હોય

 48 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી