‘આપ’ પર હુમલો : નીતિન પટેલ બોલ્યા – ભૂતકાળમાં અમારા પર જૂતાઓ ફેંક્યા, હવે સહન કરો

ભૂતકાળમાં જે કર્યું છે, એમને આવું સહન કરવાનો વારો આવ્યો : નીતિન પટેલ

જૂનાગઢના લેરિયા ગામે AAPના કાર્યકરો પર હુમલા મામલે હવે રાજકારણ ગરમાયું છે હુમલાની ઘટના બાદ હવે એકબાદ એક નિવાદનો સામે આવી રહ્યા છે. AAP પર કાર્યકરો પર હુમલા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે સોમનાથ-વેરાવળમાં AAPના કાર્યકરોનો વિરોધ થયો જે બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો તેમજ AAPના નેતાની ટિપ્પણીને લઈ આ વિરોધ થયો હતો તેમજ આપ કાર્યકરોને વિરોધના પગલે સોમનાથના દર્શન કરતા અટકાવ્યા પણ હતા નીતિન પટેલે વધુ એમ પણ જણાવ્યું કે ભૂતકાળમાં અમારા કાફલા પર પથ્થર મારો કરતા હતા તેમજ કાળા વાવટાએ ફરકાવી તોફાનો કરતા હતા અમે બધુ જોયેલું છે અને સહન કરેલું છે આવી ઘટનાઓ બને ત્યારે દુ:ખ થાય છે તેવું કહેતા નીતિન પટલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંક્યા છે અમે કોઈને વિચારો વ્યક્ત કરતા રોકી શકાય નહીં, આવી ઘટનાઓથી મને પણ દુ:ખ થાય છે તેમ નીતિન પટલે જણાવ્યું હતું 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન બાદ હવે ભાજપના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ નેતા મહેશ કસવાલાએ નિવેદન આપતા જણાવ્યું છે કે હુમલો કરનાર યુવક કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો હોવાનો ભાજપ નેતા મહેશ કસવાલાએ દાવો કર્યો છે અને કહ્યું કે હુમલો કરનાર યુવક જસ્મીન જાની કોંગ્રેસનો કાર્યકર અને હાર્દિક પટેલ અને રિબડીયાનો માણસ છે, મહેશ કસવાલાએ જસ્મીનના હાર્દિક અને રિબડીયા સાથેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. 

વિસાવદરના લેરિયા ગામે બુધવારે વિસાવદર અને ભેંસાણ પંથકના 50 સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો, પરંતુ આપના નેતાઓ પરના હુમલાને કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. ‘આપ’ના ઇસુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ સહિતના નેતા સાંજે લેરિયા પહોંચ્યા ત્યારે તેમની પર હુમલો થયો હતો, જેમાં હરેશ સાવલિયા નામના એક કાર્યકર્તાને ઇજા થઈ હતી. ઇસુદાન, મહેશ સવાણી, પ્રવીણ રામ જે કારમાં હતા એ કારના કાચ પણ તોડાયા હતા. બનાવને પગલે સમગ્ર સોરઠના આમ આદમી પાર્ટીના કાર્યકરો વિસાવદર દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. આપના નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું હતું કે, ઇસુદાન, મહેશ સવાણી જેવા લોકો પર ગુજરાતમાં હુમલો થતો હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી

 53 ,  1