હાઇકોર્ટના ચુકાદાને નીતિન પટેલે આવકાર્યો, કહ્યું – ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ હાર ભાળી ગઇ…

હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે, જેથી હવે કોઈ સંશય રહેતો નથી : નીતિન પટેલ

મહાનગર પાલિકાની મતગણતરી પણ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની સાથે કરવાની માગણીને હાઈકોર્ટે ફગાવી હતી. હાઇકોર્ટના આ ચુકાદાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવકાર્યો હતો.

ગુજરાત રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અલગ-અલગ દિવસે મતગણતરી કરવા મુદ્દે હાઇકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં અરજદારે કરેલી અરજી મામલે નિર્ણય આવી ગયો છે. જેમાં અરજદારે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ કેસમાં આજે ચૂકાદો આવી ગયો છે કે મતગણતરી અલગ અલગ દિવસે જ થશે.

જેથી હવે 23 ફેબ્રુઆરીએ મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી અને 2 માર્ચે તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા માટે મતગણતરી થશે..જો કે હાઈકોર્ટના ચુકાદના પકડારવા કોંગ્રેસે સુપ્રીમમાં પિટિશન કરવાની તૈયારી બતાવી છે. ભાજપે ચૂંટણી પંચની દલીલોને માન્ય રાખત હાઈકોર્ટના ચુકાદને આવકાર્યો છે. તેમજ કાઉન્ટિંગ અલગ અલગ રાખવાથી નુકસાન સાથે છે તેવા કોઈ પુરાવા અરજદાર તરફથી આપવામાં આવ્યા ન હતા.

નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. નીતિન પટેલે કહ્યું કે, ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાની તૈયારી છે. 21મી તારીખે મનપા માટે વોટિંગ થવાની છે. પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા સભાઓ રાખવમાં આવી છે. ગુજરાતની જનતા ભાજપ પરનો વિશ્વાસ કાયમ રહેશે. આગળ જતાં નીતિન પટેલે મતગણતરી અંગે હાઈકોર્ટમાં કરેલી અંગે અરજી અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે હાઈકોર્ટે એક જ દિવસે ગણતરીની અરજી ફગાવી દીધી છે, જેથી હવે કોઈ સંશય રહેતો નથી.

 93 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર