બિહારમાં નીતિશે 7મી વખત લીધા મુખ્યમંત્રી પદના શપથ

તારકિશોર અને રેણુદેનીએ મંત્રી પદના શપથ લીધા

નીતિશે કુમારે રાજભવનમાં 7મી વખત મુખ્યમંત્રીપદના શપથ લીધા. મુખ્યમંત્રીપદના શપથ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. NDAએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકો પ્રાપ્ત કર્યા પછી જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશે કુમારને નેતા તરીકે પસંદ કર્યા છે. જ્યારે આજે રાજભવન ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં નીતિશને ફરી એકવાર બિહારના મુખ્ય પ્રધાન તરીકે તાજ પહેરાવવામાં આવ્યો છે. તેમણે 7 મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. 

વિપક્ષે સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ખાસ કરીને મહાગઠબંધનમાં સામેલ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો છે.

જેડીયુના વિજય કુમાર ચૌધરીએ શપથ લીધી, જેઓ પાછલી સરકારમાં વિધાનસભા સ્પીકર, સરાયરંજન સીટથી ચૂંટણી જીત્યા હતા. બીજેપીના તારકિશોર પ્રસાદે શપથ લીધી જેઓ કટિહારથી જીત્યા છે. બીજેપી વિધાયક દળના નેતા તરીકે તારકિશોરને ચૂંટવામાં આવ્યા છે. બીજેપીના રેણુ દેવીએ શપથ લીધા જેઓ બેતિયાથી જીત્યા છે.

નીતિશ કુમાર સાતમી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે. પહેલીવાર તેઓ 3 માર્ચ 2000ના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ બહુમત સાબિત ના કરી શકવાના કારણે ફક્ત 7 દિવસમાં જ તેમણે રાજીનામું આપવું પડ્યું.

જ્યારે 2005માં લાલૂ યાદવના પંદર વર્ષથી ચાલી આવી રહેલા એકાધિકારને સમાપ્ત કરીને નીતિશ કુમારે એનડીએ ગઠબંધનને બિહાર વિધાનસભામાં જીત અપાવી ત્યારે તેમને જ બિહારના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમણે પોતાનો આ કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. મુખ્યમંત્રી તરીકે તેમનો ત્રીજો કાર્યકાળ 26 નવેમ્બર, 2010થી 20 મે 2014 સુધી ચાલ્યો, ત્યારબાદ જીતન રામ માંઝીએ સત્તા સંભાળી.

22 ફેબ્રુઆરી 2015ના નીતિશ કુમારે ચોથીવાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. એટલે કે બિહાર વિધાનસભામાં ત્રીજીવાર સીએમ પદના શપથ અપાવવામાં આવ્યા, પહેલીવાર નીતિશ કુમારને, પછી જીતન રામ માંઝીને અને ફરી નીતિશ કુમારને. નીતિશ કુમારનો ચોથો કાર્યકાળ 22 ફેબ્રુઆરીથી 20 નવેમ્બર 2015 સુધી ચાલ્યો. 16મી વિધાનસભા માટે થયેલી ચૂંટણી બાદ નીતિશ કુમારે પાંચમી વાર સીએમ પદના શપથ લીધા.

નીતિશ કુમારનો પાંચમો કાર્યકાળ 20 નવેમ્બર 2015થી લઇને 26 જુલાઈ 2017 સુધી ચાલ્યો. 26 જુલાઈ 2017ના તેમણે આરજેડી અને કૉંગ્રેસની સાથે ગઠબંધન તોડ્યા બાદ બિહારના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું. 27 જુલાઈ 2017ના બિહારના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યાના 24 કલાક બાદ નીતિશ કુમારે બીજેપી અને એનડીએના સમર્થનથી બિહારના છટ્ઠા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

 20 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર