નીતીશ કુમારનું નિવેદન,બિહારમાં NRC લાગુ કરવાનો સવાલ જ નથી…

મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્પષ્ટતા કરી છે કે બિહારમાં કોઈ પણ હાલમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલે કે NRCને લાગુ કરવામાં ન આવે. સોમવારે બિહાર વિધાનમંડળના વિશેષ સત્રને સંબોધતા તેમણે કહ્યું કે, રાજ્યમાં NRC લાગુ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. જ્યારે કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે આસામના સંદર્ભમાં NRCની વાત થઈ હતી. દેશના સંદર્ભમાં NRCની વાત ક્યારેય થઈ નથી.

નીતીશ કુમારે જણાવ્યું હતું કે, નાગરિકતા કાયદા પર ચર્ચા થવી જોઇએ. જો તમામ લોકો ઇચ્છે છે તો ગૃહમાં આના પર ચર્ચા થશે. બિહારમાં એનઆરસી લાગુ કરવાનો સવાલ જ પેદા થતો નથી.જેડીયુના

રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ પ્રશાંત કિશોરે રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, બિહારમાં સીએએ અને એનઆરસી લાગુ નહીં થાય. પ્રશાંત કિશોરે અગાઉ કોંગ્રેસ નેતૃત્વને માગણી કરી હતી કે જેટલા રાજ્યોમાં તેમની સરકાર છે ત્યાં આ કાયદાને લાગુ નહીં કરવાની અપીલ કરવી જોઇએ.

નીતિશે કહ્યું કે, 1930માં છેલ્લી વખત જાતિના આધારે જનગણતરી હતી. 2010માં જનગણતરી સાથે જ જાતિની પણ ગણતરી કરવાની માંગ ઉઠી હતી. ધર્મના આધારે તો જનગણતરી થઈ જાય છે પણ જાતિ વિશે તથ્ય સામે નથી આવી શકતા. અમે કેન્દ્ર સરકારને અમારો મત કહીશું. જાતિના આધારે જનગણનામાં કોઈ પરેશાની ન થવી જોઈએ.

2010માં જે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPR થયો હતો તેની પર રાજ્ય સરકારે પહેલાથી જ સહમતિ આપી દીધી હતી. પરંતુ હવે એ વાત સામે આવી રહી છે કે NPRમાં અન્ય વાત વિશે પુછવામાં આવી રહ્યું છે. આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. અમે દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ.

 3 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર