આજે કોઇપણ પ્રકારની એર સ્ટ્રાઇક નથી થઇ : ભારતીય સેનાએ કરી સ્પષ્ટતા

ભારતીય સેનાએ સ્પષ્ટતા કરતા કહ્યું – PTIનો અહેવાલ 13 નવેમ્બરનો

ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બનેલા આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી હોવાના દાવા PTI એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ભારતીય સેનાએ પીઓકેની અંદર બનેલા સંદિગ્ધ આતંકી અડ્ડાઓ પર પિનપોઇન્ટ સ્ટ્રાઇક કરી છે. જોકે ઇન્ડિયન આર્મી આ દાવાને ફગાવ્યા છે.

ભારતીય સેનાએ પાકિસ્તાને કબ્જે કરી લીધેલા કાશ્મીર (PoK)માં આવેલા આતંકવાદી લોન્ચપેડ ઉપર પિનપોઇન્ટ સ્ટ્રાઈક કાર્યવહી મુદ્દે ખુલાસો કરીને કહ્યું હતું કે આ અહેવાલ 13 નવેમ્બરનો છે.

સરકારના સૂત્રોએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનને ‘pinpoint strikes’ નામ આપ્યું હતું. સિક્યોરિટી ફોર્સના સૂત્રોએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે પાકિસ્તાની સેના શિયાળા પહેલાં ભારતમાં વધુમાં વધુ આતંકવાદીઓને ઘુસાડવા માગે છે. ભારતીય સેનાએ તેને લઈને જ આ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જો કે આ મુદ્દે ભારતીય સેના તરફથી જવાબ આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પીટીઆઈના સમાચાર 13 નવેમ્બર થયેલા સીઝફાયર ઉલ્લંઘન સાથે સંબેધિત છે. આજે ભારતીય સેના દ્વારા કોઈ જ ફાયરિંગ કરવામાં નથી આવ્યું.

 123 ,  1