પેપરલીક થયાનો કોઈ ઓથેન્ટિક પુરાવો મળ્યો નથી : અસિત વોરા

‘પોલીસ વિભાગ દ્વારા 15 થી 16 ટીમો બનાવીને તપાસ ચાલુ..’

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકની ઘટના થયા બાદ સરકારી તંત્ર દોડતું થયુ છે. એક તરફ પરીક્ષા આપનાર 88 હજાર ઉમેદવારનું ભાવિ જોખમમાં છે, ત્યાં બીજી તરફ, મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું કે, અત્યાર સુધી પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી, ન તો કોઈ ફરિયાદ અમારી પાસે આવી છે. છતાં જો ગેરીરિત થયેલી હશે તો તંત્ર દ્વારા પગલા લેવાશે. 

તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પરીક્ષા નિષ્પક્ષ રીતે લેવાય તેવા તમામ પ્રયાસો કરાયા છે. ટ્રાન્સપરન્ટ પરીક્ષા લેવાય તેવા મંડળ દ્વારા સતત પ્રયાસો રહ્યાં છે. તેથી પરીક્ષાર્થીઓ નિશ્ચિંત રહે. પરીક્ષા પારદર્શિતાથી લેવાઈ છે. તાજેતરમાં હેડ ક્લાર્કના 186 જેટલી જગ્યા માટે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્વક પરીક્ષા લેવાઈ હતી. બીજા દિવસે અમને પેપર લીક થયાના સમાચાર મળ્યા હતા. અમે મંડળે નિર્ણય કર્યો હતો કે, સાંજ સુધી અમારી પાસે કોઈ ફરિયાદ આવી છે કે કેમ. પરંતુ અમારી પાસે પેપર લીકના કોઈ પુરાવા નથી.

તેમણે વધુમાં કહ્યું, સાંબરકાંઠાનું પોલીસ તંત્ર સતર્ક થયું છે. અમે તમામ માહિતી સાબરકાંઠાના અધિકારીઓને પહોંચાડી છે. 16 જેટલી ટીમ જ્યા જ્યા શક્યતા હતી, તે તમામ જગ્યાએ તપાસ કરી રહી છે. હાલ સઘન તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી અમને કોઈ લેખિત ફરિયાદ મળી નથી. 

 36 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી