દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેજરીવાલ સરકાર આવતા વર્ષે CBSEની સરકારી સ્કૂલોના બધા વિધાર્થીઓની ફી ભરશે. આ ઘોષણા શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમમાં કરી હતી. તે કાર્યક્રમનું આયોજન બોર્ડ પરીક્ષામાં ધોરણ 12માં સારું પ્રદર્શન કરનાર વિધાર્થીઓને સન્માનિત કરવા માટે યોજવામાં આવ્યું હતું.
ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, ‘ઉચ્ચ ગુણવતા વળી શિક્ષા બધા વિધાર્થીઓને મળે છોકરાઓનો અધિકાર છે. સરકાર વિધાર્થીઓના ફી ભરશે. ટૂંક સમયમાં જ સરકાર નીટ અને જેઈઈના વિધાર્થીઓ માટે કોચિંગની વ્યવસ્થા પણ કરશે.
आज 12वीं पास करने वाले छात्रों को जानकारी दी कि अगर आगे की पढ़ाई के लिए उन्हें लोन की ज़रूरत पड़े तो दिल्ली सरकार उन्हें 10 लाख रु. तक का लोन दिलाएगी जो वे अपनी पढ़ाई पूरी करने के बाद 15 साल तक आराम से चुका सकते हैं. pic.twitter.com/PIQiqxMruz
— Manish Sisodia (@msisodia) June 22, 2019
તેમણે વધુમાં કહ્યું કે 80 ટકા અથવા તેના કરતા વધુ અંક લાવનાર વિધાર્થીઓ માટે સ્કોલરશીપની રકમ વધારીને 2500 રૂપિયા કરવામાં આવી છે અને પરિવારની કમાણી કેટલી છે તે નિયમ પણ હટાવી દેવામાં આવ્યો છે. સરકારે વિધાર્થી અને તેમના માતાપિતાઓને સન્માનિત કરવા માટે ત્યાગરાજ સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં લગભગ 1000 વિધાર્થીઓ અને તેમના પરિવારોના સભ્યો હાજર રહ્યા હતા. અહીં વિધાર્થીઓના શિક્ષક અને આચાર્યો પણ હાજર રહ્યા.
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, ’12મુ ધોરણ પાસ કરનાર વિધાર્થીઓને આગળ ભણવું હોય તો તેના માટે લોન લેવી પડે છે તો દિલ્હી સરકારે તેમને 10 લાખ રૂપિયા સુધીની લોન પણ આપવશે જેના કારણે તેઓ પોતાનું ભણતર પૂરું કરી શકે અને આ લોન તેઓ 15 વર્ષ સુધી આરામથી ચૂકવી શકો છો.
41 , 1