હાઇકમાન્ડથી નારાજ ગુલામ નબી આઝાદના વિરોધી સૂર, કહ્યું કે…

ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા વચ્ચે કોંગ્રેસને બતાવ્યો અરીસો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે દાવો કર્યો છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 300 બેઠકો નહીં મળે. પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક રેલીને સંબોધિત કરતા દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસનાં સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે તેમણે નથી લાગતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 300 સીટોં જીતી શકશે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં બુધવારે રેલીમાં સભોધાન કરતાં તેમણે કહ્યું કે પાર્ટી હાલમાં આટલી વધુ સીટોં જીતવાની સ્થિતિમાં જ નથી.

ગુલામ નબી આઝાદે કહ્યું કે હું લોકોને ખુશ કરવા માટે નહીં બોલું. જે અમારા હાથમાં નથી. હું તમને ખોટા વચનો કેમ આપું. કલમ 370ની વાત કરું, તે યોગ્ય નથી. કલમ 370ને લોકસભામાં બહુમત વાળી સરકાર જ હટાવી શકે છે. સરકાર બનાવવા માટે 300 સાંસદ જોઈએ. હું વચન નથી આપી શકતો કે 2024ની ચૂંટણીમાં અમારા 300 નેતા જીતીને સાંસદ પહોંચી જશે. મને હજી એવું લાગતું નથી કે અમે 2024માં 300 સીટો પર પહોંચીશું. હું તમને કોઈ ખોટું વચન નહિ આપું. તેથી જ હું કલમ 370 હટાવવાની વાત નહીં કરું.’

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી