Budget 2021 : આવકવેરાના સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, કરદાતાઓ નિરાશ

જૂનો ટેક્સ સ્લેબ યથાવત્, 75 વર્ષથી વધુ વયના લોકોને ટેક્સ માળખામાંથી મુક્તિ

કેન્દ્રીય નાણામંત્રે નિર્મલા સીતારમણએ આજે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કર્યું છે. મોટી વાત એ છે કે બજેટમાં સામાન્ય જનતાને ટેક્સમાં કોઇ રાહત આપવામાં આવી નહી. બજેટમાં હાલના ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિર્મલા સીતારમણે કહ્યું કે વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં રાહત આપવમાં આવશે. વરિષ્ઠ નાગરિકોને હવે આઇટીઆર ભરવાની જરૂર પડશે નહી. 

બજેટમાં પગારદાર વર્ગને નાણાપ્રધાન પાસેથી ઘણી આશા હતી પરંતુ નાણાપ્રધાને ટેક્સમાં કોઈ રાહત આપી નથી. નાણાપ્રધાને બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખ્યાં છે. તે ઉપરાંત બજેટમાં કોઈ વધારાની ટેક્સ છૂટની જાહેરાત કરાઈ નથી કે ટેક્સ સ્લેબમાં પણ કોઈ સુધારો કરાયો નથી. 

બજેટમાં ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે એક રાહતની જાહેરાત કરાઈ છે, 75 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધોને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે સસ્તા ઘરો માટે વ્યાજમાં 1.5 લાખની વધારાની છૂટ એક વર્ષ વધારીને 2022 સુધી કરી નાખી છે. બજેટમાં 2.50 લાખની આવક ધરાવતા લોકોને ઈન્કમ ટેક્સ રિટર્નમાંથી છૂટ આપવામાં આવી છે. જુના ટેક્સ સ્લેબમાં પણ આ છૂટ અપાઈ હતી. 2.50 લાખથી 5 લાખની આવક કમાતા લોકોએ 05 ટકા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે. 5 થી 7.5 લાખની આવકવાળા લોકોએ 10 ટકા, 7.5 લાખથી 10 લાખની આવક ધરાવતા લોકોએ 15 ટકા તથા 10 થી 12.5 લાખની આવક ધરાવતા લોકોએ 20 ટકા ઈન્કમ ટેક્સ ચુકવવો પડશે. 

બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લેબના દરો યથાવત 

બજેટમાં 2.50 લાખની આવક ધરાવતા લોકોને ઈન્કમ ટેક્સ રિટર્નમાંથી છૂટ 
2.50 લાખથી 5 લાખની આવક કમાતા લોકોએ 05 ટકા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે 
7.5 લાખથી 10 લાખની આવક ધરાવતા લોકોએ 15 ટકા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે 
10થી 12.5 લાખની આવક ધરાવતા લોકોએ 20 ટકા ઈન્કમ ટેક્સ ચુકવવો પડશે

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર