રેપો રેટ 4 ટકા જ્યારે રિવર્સ રેપોરેટ 3.35 ટકાએ યથાવત
હોમ લોન સસ્તી નહીં થાય!, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
RBIએ નવી ક્રેડિટ પોલિસીની સમિક્ષા કરવામાં આવી છે. જે બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં નવી ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી. જેમાં આ વખતે પણ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યાં નથી. RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. તેથી રેપો રેટ હજુ પણ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર રહેશે. આ એ રેટ છે જેના પર બેન્ક પોતાના પૈસા રિઝર્વ બેન્ક પાસે રાખે છે. MSF અને બેન્ક દરોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.
RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે કોરોના મહામારીને જોતા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. જેની અસર ગ્રોથ રિકવરી પર જોઈ શકાય છે. રિઝર્વ બેન્કની પોલીસી જાહેરાત બાદ શેર બજાર પણ જોશમાં જોવા મળ્યું છે. શેર બજારોમાં પોલીસી બાદ તેજી વધી છે. બજાર દિવસના ઉપરના સ્તરો પર પહોંચી ગયું.
38 , 1