ન તબીબો, ન રજિસ્ટ્રેશન, OTમાં બીયરની બોટલ….!

ભાજપ શાસિત આ રાજ્યમાં હોસ્પિટલોની પોલ ખુલી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ચાલતી ખાનગી હોસ્પિટલોમાં મોટા પાયે ધોરણોને અવગણીને લોકોની જીંદગી સાથે રમત રમી રહ્યા છે. લખનઉ જિલ્લા વહીવટીતંત્રે એક સાથે 45 ખાનગી હોસ્પિટલો પર દરોડા પાડ્યા ત્યારે સારવારના નામે લોકોના જીવન સાથે રમવાનું સત્ય સામે આવ્યું છે.

તપાસ ટીમને કેટલીક હોસ્પિટલમાં ડોકટરો ન મળ્યા તો બીજી બાજુ અમુક હોસ્પિટલોમાં દવાને બદલે ઓપરેશન થિયેટર (ઓટી) માં બિયરની બોટલો મળી આવી હતી, મોટાભાગની હોસ્પિટલો નોંધણી વગર ચાલતી હતી. મોટા પાયે મળેલી નિયમોની અવગણના અને બેદરકારી બદલ 29 હોસ્પિટલોને નોટિસ ફટકારી છે.

સોમવારે, આરોગ્ય વિભાગ અને લખનઉ જિલ્લા વહીવટીતંત્રની 6 ટીમોએ દરોડા પાડ્યા, મોટાભાગની હોસ્પિટલો પાસેથી લાઇસન્સ ન મળ્યું, કેટલાકના લાઇસન્સ સમાપ્ત થઈ ગયા હતા અને કોઈ પણ હોસ્પિટલમાં તબીબો નહોતા. બીએસસી પાસના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપી રહ્યા હતા. તમામ હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ સોમવારે તુલસી અને ટ્રોમા સેન્ટર પર દરોડા પાડ્યા હતા. આ સમય દરમિયાન ટ્રોમા સેન્ટરમાં આઈસીયુના ચાર બેડ હતા, પરંતુ ત્યાં કોઈ ડોકટરો નહોતા. અહીં ઓટીના ફ્રિજમાં બિયરની બોટલો મળી. લાઇસન્સની માન્યતા પણ સમાપ્ત થઈ ગઈ હતી. તેવી જ રીતે, મેડીપ્લસ અને ટ્રોમા સેન્ટરના લાઇસન્સની માન્યતા પણ સમાપ્ત થઈ ગઈ.

 15 ,  1