વિરાટની રેસ્ટોરન્ટમાં સમલૈંગિક લોકોને નો-એન્ટ્રી?

વિરાટની રેસ્ટોરન્ટના વિવાદ બાદ કરી સ્પષ્ટતા…

ભારતીય ટેસ્ટ અને વનડે ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચામાં છે. વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ ચેન One8 Commune રેસ્ટોરન્ટ પર સમલૈંગિક લોકોને પ્રવેશ ન આપવાનો આરોપ લાગ્યો છે. જેને પગલે સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ થયો છે, જે બાદ રેસ્ટોરન્ટ દ્વારા સ્પષ્ટતા જારી કરવામાં આવી છે.

ખરેખર, ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં આરોપ છે કે પુણે, દિલ્હી અને કોલકાતામાં ચાલતી વિરાટ કોહલીની One8 Commune નામની રેસ્ટોરન્ટમાં સમલૈંગિકોને એન્ટ્રી નથી આપવામાં આવી રહી.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે સમલૈંગિક પુરુષોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે સમલૈંગિક મહિલાઓને ડ્રેસના આધારે પ્રવેશ આપવામાં આવે છે. ભારતમાં ફેન્સી રેસ્ટોરાં, બાર અને ક્લબમાં LGBTQ સામે ભેદભાવ સામાન્ય છે અને વિરાટ કોહલી પણ તે જ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટને લઈને ઘણો વિવાદ થયો હતો, જ્યારે વિરાટ કોહલી પર ગંભીર આરોપો લાગ્યા હતા, જ્યારે કેટલાક લોકોએ તેને ફેક પોસ્ટ પણ ગણાવી હતી. જોકે, ત્યારપછી વન8 કોમ્યુનના ઈન્સ્ટાગ્રામ પર આરોપોનો જવાબ આપવામાં આવ્યો છે.

One8 કોમ્યુને તેની સ્પષ્ટતામાં કહ્યું છે કે, ‘અમે કોઈપણ ભેદભાવ વિના તમામ લોકોનું સ્વાગત અને સન્માન કરીએ છીએ. અમારું નામ સૂચવે છે તેમ અમે તમામ સમુદાયની સેવામાં હંમેશા આગળ છીએ. ઉદ્યોગના વલણો અને સરકારના નિયમો અનુસાર, અમારી પાસે સ્ટેગ એન્ટ્રી પર પ્રતિબંધ છે. તેનો અર્થ એ નથી કે અમે કોઈ સમુદાયની વિરુદ્ધ છીએ અથવા કોઈનું અપમાન કરીએ છીએ.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી