‘વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, વિકાસનો પતંગ નહીં કપાય…’ : નીતિન પટેલ

વિપક્ષે લંગરિયાં નાખ્યાં અને પતંગ લૂંટવા ઝાડીયું પણ લઈ આવ્યા, પરંતુ કોઈ ફાવ્યા નથી : નીતિન પટેલ

14 જાન્યુઆરીના રોજ ઉવારસદ જંક્શન ફ્લાયઓવર ખાતે નવનિર્મિત ફ્લાયઓવર અને ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના 10 લેન રોડ ખુલ્લો મૂકાયો હતો. નાયબ મુખ્યમંત્રી દ્વારા આ રોડનું લોકાર્પણ કરાયું હતું. જેના પ્રસંગે નાયબ મુખ્યમંત્રી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિરોધ પક્ષવાળા ગમે તેવો પગંત કે દોરી લાવે, ચાઈનાથી લાવે. અમારો ભાજપનો પતંગ ઉપર છે. કોંગ્રેસના બધા ફુદા કપાઈ જાય છે. પૂંછડા હાથમાં નથી આવતા. ગમે તેવા હોય બધાના પતંગ કપાઈ જાય છે. 

ગાંધીનગર જિલ્લામાં ત્રિ-મંદિર અડાલજથી હનુમાનજી મંદિર સુધીના માર્ગને દસ માર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો છે. જેની પાછળ માર્ગ અને મકાન વિભાગે રૂપિયા 21.67 કરોડનો ખર્ચ કર્યો છે. આ દસ માર્ગીય રસ્તાનું પણ નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉવારસદનો બ્રીજ બની ગયાં બાદ આગામી દિવસોમાં સરગાસણ અને ઘ-૦ ખાતે પણ બ્રીજ આકાર પામશે. બે થી ત્રણ મહિનામાં આ બ્રીજ પણ બની જશે તેમ સુત્રોમાંથી માહિતી મળી રહી છે.

કુલ 867 કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગોને પહોળા કરવા ઉપરાંત આ માર્ગ ઉપર જ્યાં ચાર રસ્તા આવે છે તે રસ્તા ઉપર ઓવર બ્રીજ પણ બનાવવામાં આવ્યાં છે. અમદાવાદમાં બે ઓવરબ્રીજ તાજેતરમાં ખુલ્લા મુકાયાં હતાં ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગરના પ્રવેશદ્વાર ઉવારસદ જંકશન ખાતે રૃપિયા 17 કરોડના ખર્ચે ફલાયઓવર બનાવવામાં આવ્યો છે.

આ પ્રસંગે નીતિન પટેલે કહ્યું હતું કે, હું નર્મદાનો મંત્રી છુ.. આરોગ્ય વિભાગનો મંત્રી છુ. પાણી પુરવઠામાં પણ હતો. કોઈ વિભાગ બાકી નથી રાખ્યો. એટલે જે વિશેષણ ઉમેરવા હોય ઉમેરી દેજો. આમ, મકરસંક્રાંતિનાં તહેવાર પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પતંગોનાં પેચનાં ઉદાહરણો સાથે વિપક્ષ પર કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું કે, ગમે તેવા પતંગો કપાય પણ અમારો વિકાસનો પતંગ ક્યારેય ન કપાય. વિપક્ષ દ્વારા પતંગ કાપવાના ઘણા પ્રયાસો કરાયા છે. ચાઈનાવાળી દોરી પણ વિપક્ષ લઇ આવ્યાં છે. લગંરીયા લગાવ્યા, પતગ લૂંટવા ઝાડીયું પણ લઇ આવ્યાં છતાંય અમારો પતંગ ન કપાયો. જેમ રોડ પર પતગ લૂંટવા છોકરાઓ રોડ પર આમથી આમ ડર્દીયું પાટીયું કરે તેમ વિપક્ષ કરે છે. મને બહુ પાડવાનો પ્રયત્ન કરવામો આવ્યો. હજુ સુધી હું પડ્યો નથી. 

 27 ,  1