કર્ણાટક: સ્પીકરે કહ્યું- પ્રક્રિયામાં મે મોડું કર્યું નથી, સુપ્રીમને મોકલીશ વીડિયો

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ હજી સુધી યથાવત્ત છે. વિધાનસભા સ્પીકર કે.આર રમેશકુમારે બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામા અંગે હજી સુધી કોઇ જ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ બળવાખોર ધારાસભ્યોને મળ્યા બાદ તેમણે મીડિયા સાતેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ સંપુર્ણ જવાબદારીથી પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ધીમી સુનવણીના આરોપથી તેઓ દુખી છે. તેમણે કહ્યું કે, મે કોઇ પણ બળવાખોર ધારાસભ્યએ મળવા માટે સમય નહોતો માંગ્યો. રાજયપાલે 6 જુલાઈએ માહિતી આપી અને હું ત્યાં સુધી ઓફિસમાં હતો. આ પહેલા કોઈ પણ ધારાસભ્યએ મને એ નથી જણાવ્યું કે હું મળવા જઈ રહ્યો છું.

તેમણે કહ્યું કે ધારાસભ્યોના રાજીનામા પ્રમાણિક છે કે નહિ તે તપાસવામાં આખી રાત જશે. સુપ્રીમ કોર્ટે મને નિર્ણય લેવાનું કહ્યું છે. મે દરેક બાબતોની વીડિયોગ્રાફી કરી છે. આ તમામ ચીજો હું કોર્ટમાં મોકલીશ. વિધાનસભા સ્પીકરે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે મારો નિર્ણય લેવા માટે જણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે, મે તમામ વસ્તુઓની વિડિયોગ્રાફી કરી છે અને હું તેને સુપ્રીમ કોર્ટને મોકલી આપીશ. કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશે બળવાખોર ધારાસભ્ય સાથે મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મે કેટલીક ચેનલો પર જોયું કે, મારા પર ધીમી સુનવણીના આરોપો લાગી રહ્યા છે. આ વાતથી હું દુખી છું.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી