ના..ના.. આ નહીં પેલુ રોબોટ આપો, હાં એ બરાબર છે…!

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ ભવિષ્ય ભાંખ્યું…

એ.આઇ. અને ક્વોન્ટમ કોમ્પ્યુટર રાજ કરશે…

વીજળી, અગ્નિ અને ઇન્ટરનેટની જેમ નવી ક્રાંતિ આવશે..

ભાવિ સમાચાર- કેલિફોર્નિયામાં 4 તોફાની રોબોટ ઠાર મરાયા…!

વર્ષો લાગે એ કામ ચપટી વગાડતા કરશે ક્વોન્ટમ ટેકનોલોજી..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ના…ના…પેલુ નહીં ..પેલુ..હાં, એ…એ..એ રોબોટ બતાવો ને જરા…હાં આ બરાબર છે. પેલાને તો હસતા પણ આવડતુ નથી. આ તો જુઓ કેવો લાગણીસભર છે…કેટલુ સરસ બોલે છે..હાં આ પેક કરી દો..આ મારૂ એડ્રેસ છે એના પર મોકલી આપજો…બસ આ સરસ મજાનો રોબોટ ઘરે પહોંચે એટલી વાર પછી તો ઘરનું બધુ જ કામ તે કેટલુ સરસ રીતે કરશે…કહેવુ જ નહીં પડે…!!

21મી સદીનું 21મુ વર્ષ અડધુ પુરૂ થઇ ગયું છે., સમય જતાં વાર લાગતી નથી એ સમય દૂર નથી કે જ્યારે કાળા માથાના માનવીએ આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ(કૃત્રિમ બુધ્ધિમતા) ટેકનોલોજી દ્વારા બનાવેલા રોબોટ સહિતના અન્ય માનવયંત્રો ખરીદવા મહિલાઓ સુપરમોલમાં જશે અને પોતાની જરૂરીયા પ્રમાણેના જેન્ટ્સ કે લેડી રોબોટ ખરીદતા હશે…! ઓફિસવાળા પોતાની જરૂરીયાત પ્રમાણેના રોબોટ ખરીદતા હશે..જાપાનમાં એકલા રહેતા લોકો માટે એવી બેબી ડોલ બનાવવામાં આવી છે કે તે માત્ર બોલતી નથી અને ચહેરા પર કોઇ હાવભાવ બતાવતી નથી. પણ એ.આઇ. ટેકનોલોજીથી એવી બેબી ડોલ બનશે કે તે અંગત પળોમાં સાચે જ જીવંત સ્ત્રીની ભૂમિકા નિભાવશે…

વિદેશમાં આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સ (કૃત્રિમ બુધ્ધિમતા) ટેકનોલોજી દ્વારા બનેલા ઉપકરણો એપલ સીરી, એમેઝોન એલેક્સા વોઇસ આસિ. ટેસ્લા સેલ્ફ ડ્રાઇવીંગ કાર અને ચહેરાને ઓળખવાની ટેકનોલોજીએ ધૂમ મચાવી છે. સેરી અને એલેક્સા ઘરમાં નોકરનું કામ કરીને માલિકને કેટલા વાગે જગાડવા, દવા ગોળી લેવા યાદ કરાવવુ, દરવાજે કોઇ આવ્યું હોય તો તેની જાણ કરવી સહિત સમગ્ર ઘરનું ધ્યાન રાખે છે,. આ ઉપકરણોમાં એ.આઇ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમને એ પ્રકારની કામગીરી માટે બનાવવામાં આવ્યાં છે.

એ.આઇ.માં હાલમાં એ ખૂટે છે કે રોબોટમાં જેટલુ ફીડ કર્યું હોય એટલુ જ બોલે, એટલુ જ કામ કરે અને એટલા જ જવાબો આપે. પણ ધારો કે તે માનવીની જેમ લાગણીસભર હોય, પોતે જ વિચારીને જવાબ આપે અને માનવીની જેમ હસે, રમે, ગુસ્સો કરે…તો? નિષ્ણાતો એવા રોબોટ બનાવવા પર ચેતવણી આપી રહ્યાં છે. કે જ્યારે એવા રોબોટ બનશે ત્યારે તે માનવીની જેમ, જેમ કે અમેરિકામાં આડેધડ ગોળીબારો કરશે તો…? ઘરમા એકલી રહેતી મહિલા સાથે અજુગતુ કરશે તો…? કંઇક ખોટુ કરશે તો તેને રોકવા માટેના ઉપાયો…શું..?

એઆઇના નિષ્ણાતો આવા જોખમો છતાં રોબોટ કે યંત્ર માનવીની જેમ પોતે જ વિચારે, પોતે જ સમજી શકે અને લાગણીસભર માનવીની જેમ શું કરવુ તેનો નિર્ણય લઇને તેનો અમલ કરે એવા યંત્રમાનવ બનાવવામાં વ્યસ્ત છે.. અન્ય શબ્દોમાં કહીએ તો કાળા માથાનો માનવી, યંત્રને પોતાની જેમ બનાવવા મથી રહ્યું છે અને જ્યારે રોબોટ પોતે જ વિચારવાનુ, સમજવાનું શરૂ કરી દેશે ત્યારે સમગ્ર વિશ્વમાં એક નવી ક્રાંતિનો જન્મ થશે. અને માનવી કરતાં ત્યારબાદ રોબોટની બોલબાલા શરૂ થશે અને લોકો દુકાનમાં જઇને પોતાની જરૂરીયાત પ્રમાણેના વિવિધ કામગીરી માટેના રોબોટ ખરીદશે..!

આજે ઇન્ટરનેટના યુગમાં જેના વગર ચાલે તેમ નથી એ ગૂગલ સર્ચ એન્જિન કંપનીના સીઇઓ સુંદર પિચાઇ મૂળ ભારતના છે. તેમણે એક મિડિયા મુલાકાતમાં આગામી 25 વર્ષમાં દુનિયા કેવી હશે તેનો વાસ્તવિક ચિતાર રજૂ કર્યો છે. જે રસપ્રદ છે તો ચોંકાવનારૂ પણ કહી શકાય. દુનિયામાં ટેકનોલોજી ક્ષેત્રે રોજે રોજ નવા નવા પરિમાણો જોવા મળી રહ્યાં છે. આજે આકાશમાં ટેક્સી કે કાર ઉડી રહી છે.. આવી કારની કલ્પના સહિત જેમ્સ બોન્ડની ફિલ્મોમાં જોવા મળતી કાલ્પનિક દ્રશ્યો જે હવે વાસ્તવિક બની રહ્યાં છે.

તેઓ કહે છે કે વિશ્વ ઇતિહાસમાં જેમ અગ્નિ અને વીજળી અને ઇન્ટરનેટની શોધોએ નવી ક્રાંતિ સર્જી તેમ હવે આગામી 25 વર્ષમાં એઆઇ અને ક્વોન્ટંમ કોમ્ય્યુટીંગ સીસ્ટ્મ તરખાટ મચાવશે..!. આ બે નવી શોધો ઇન્ટરનેટ અને વીજળીની શોધ કરતાં પણ વધારે મહત્વની બની રહેશે….

એ.આઇ.ને પિચાઇ એક બહેતર ટેકનીકના રૂપમાં જોઇ રહ્યાં છે. તેઓ કહે છે કે તેમા જેમ આગ, વીજળી અને ઇન્ટરનેટ અંગે આપણે વિચારીએ છીએ એવુ જ થવાનું છે. અને મને લાગે છે કે તેનાથી પણ બહેતર થશે..! ગૂગલની આખી ટેકનોલોજી એ.આઇ. પર આધારિત છે. જો કે તેની અનુવાદની સીસ્ટમ હજુ બરાબર નથી. તેમાં પૂર્ણરૂપે અનુવાદ થતું નથી. એ.આઇ. નિષ્ણાતો દ્વારા તેમાં સુધારણા થઇ રહી છે..

ક્વોન્ટમ કોમ્ય્યુટીંગ સીસ્ટમ અંગે તેઓ કહે છે કે ક્વોન્ટમ કોમ્પ્યુટર બાઇટ્સ( 0 અને 1)ના બદલે ક્યુબાઇટ્સ કે ક્યુ બિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બાઇટ્સ કે બિટ્સની જેમ ઓન કે ઓફ રહેવાને બદલે આ ક્યુબાઇટ્સ એ સ્થિતિમાં હોઇ શકે છે જેને સુપરપોઝીશન કહેવામાં આવે છે,. જેમાં તે એક જ સમયે ઓન અથવા ઓફ અથવા બન્નેની વચ્ચેની સ્થિતિમાં હોઇ શકે છે.ક્યુબાઇટ્સની સુપર પોઝીશન જ ક્વોન્ટમ ટેકનીકને એટલુ શક્તિશાળી બનાવે છે. ક્વોન્ટંમ કોમ્ય્યુટીંગની મદદથી આપણે એ જટિલ સવાલોના જવાબો પણ મેળવી શકીશું કે જેમને ઉકેલવામાં આપણાં સુપર કોમ્પ્યુટરોને લાખો વર્ષ લાગી શકે છે. એટલે જે જટિલ સવાલ કે વિજ્ઞાનના કોયડાને ઉકેલવામાં સુપર કોમ્પ્યુટરોને લાખો વર્ષ લાગે તે ક્વોન્ટંમ કોમ્ય્યુટીંગ સીસ્ટમ ચપટી વગાડતામાં ઉકેલવાની ક્ષમતા ધરાવતા હશે….

ભારત સરકાર પણ આ ટેકનોલોજીને વિકસાવવા ઉત્સુક છે.2020-21ના બજેટમાં 8 હજાર કરોડની જોગવાઇ કરી છે. જે બતાવે છે કે આ ટેકનોલોજી કેટલી મહત્વની છે. માત્ર ભારત જ નહીં પણ ઇઝરાયલ અને અમેરિકા સહિત દુનિયાના મોટા ભાગના દેશોમાં એ.આઇ. ટેકનોલોજી માટે ભરસક પ્રયાસો કરીને કોણ સૌથી આગળ નિકળે છે તેની હરિફાઇ ચાલી રહી છે.

માનવીની જેમ પોતાની મેળે વિચારતો, હસતો, રડતો, ચાલતો. દોડતો, કામ કરતો અને ગુસ્સે થાય તો શું નું શું કરી નાંખે એવો એ.આઇ. રોબોટ બનાવવામાં કોને સૌથી પહેલા સફળતા મળશે…? જવાબમાં કેબીસીની જેમ 4 ઓપ્શન નથી….પણ જે કોઇ બનાવશે ત્યારે હાથમાં થેલી લઇને રસ્તે ચાલતા જતાં રોબોટ નજરે પડે તેવો સમય કાંઇ દૂર નથી…! એ.આઇ. રોબોટ 21મી સદીમાં તમારૂ સ્વાગત છે…ભલે પધાર્યા….પણ જો જો પાછા એવુ ના કહેતા કે- આઇ વીલ શૂટ યું…!!. નહીંતર નેશનલ વેબપોર્ટલ “નેટડાકિયા” પર સમાચાર આવશે-આજે કેલિફોર્નિયામાં અનકન્ટ્રોલ બનીને તોફાન કરનારા 4 રોબોટને ઠાર મારવામાં આવ્યાં હતા…!!

 72 ,  1