હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, હવે મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ બંધ, મોજથી વાહન મૂકો…

પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટેના ચુકાદા મુજબ હવે મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

જણાવી દઇએ, છેલ્લા એક વર્ષથી મોલ સંચાલક અને સરકાર વચ્ચે લડાઈ ચાલી રહી હતી. ત્યારે મોલ માલિકોએ પાર્કિંગ ચાર્જ વસુલવાની સત્તાનો જવાબ રજૂ કર્યો હતો. સંચાલકોએ પોલીસ કમિશનરને મળેલી સત્તાને પણ પડકારી હતી.

ગત વર્ષના ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી. જોકે, હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે પ્રથમ કલાક માટે પાર્કિંગને ફ્રી રાખવું પડશે. ત્યાર બાદ જ ચાર્જ વસૂલ કરી શકાશે. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂ. 20 અને ફોર વ્હીલર માટે રૂ. 30 પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી