ના, આ જરાય ચલાવી લેવાય તેમ નથી..રાધે..રાધે..

અશ્લીલ વિડિયો દ્વારા પૂ.રાધાજીનું નામ ખંડિત..

રાધાજી કાંઇ આ રીતે મધુબનમાં નહોતા નૃત્ય કરતાં…

ગંદી ફિલ્મોમાં કામ કરનાર પર રાધાજીનું ગીત..! શીટ..

હિન્દુ સંસ્કૃતિ કાંઇ ગરીબ કી જોરૂ નથી હોં..

“બોલે સો નિહાલ..”જેવા બનવાની જરૂર લાગે છે.

(ખાસ અહેવાલ-દિનશ રાજપૂત)

કરણજીત કૌર વોહરા. ઉમર વર્ષ 40. જન્મ સ્થળ-કેનેડા. પૂર્વ વ્યવસાય- અશ્લીલ ફિલ્મોમાં કામ કરવુ. હાલ વ્યવસાય-બોલીવુડ ફિલ્મોમાં કામ કરવુ. કેનેડા અને અમેરિકા બન્નેની નાગરિકતા ધરાવે છે.

કોઇ આપણને કહે કે તમે કરણજીત કૌરને ઓળખો છો..?તો આપણે માથુ ખંજવાળીએ- કરણજીત કૌર…? એ વળી કોણ..? પણ જો એમ કહીએ કે સન્ની લિયોનીને જોઇ છે તો….? તો શરમાઇ જશે. કારણ..? રાજ કુંદરા જે ગંદી ફિલ્મો બનાવવાના ગંદા કામમાં પોલીસના હાથે ઝડપાયો એવી ગંદી ફિલ્મોમાં તે કામ કરે છે અને બાકાયદા એવી ફિલ્મોની પાછી અભિનેત્રી- સ્ટાર-પોર્ન સ્ટાર ગણાય છે. ભારતમાં આ માનૂનીનું આગમન સલમાનના યજમાનપદે યોજાતા બિગ બોસમાં થયુ હતું. તે પછી કેટલીક ફિલ્મોમાં અભિનયને બદલે તેની માદક અને મારકણી અશ્ર્લીલ અદાઓનો ઉપયોગ થયો અને ભારતે એવો આવકાર આપ્યો કે કરણજીત કૌર..સોરી સન્ની લિયોનીએ ભારતને પોતાનું બીજુ ઘર બનાવ્યુ. યાદ રહે તે પરણેલી છે અને કેટલાક બાળકો પણ છે જે દત્તક લીધેલા છે.

લિયોનીનો આટલો ઇતિહાસ જણાવવો જરૂરી છે. કેમ કે કાયદેસર રીતે ગંદી-અશ્ર્લીલ ફિલ્મોમાં કામ કરનાર લિયોની ભગવાન શ્રીકૃષ્ણની રાધા બનીને મધુબન મેં રાધિકા નાચે રે…ગીત પર નાચે…અને નાચ પાછુ કેવુ…? એ તો તેનો વિડિયો જોઇએ તો જોનારને ગુસ્સો આવે કે આ શું…? ભગવાનશ્રી કૃષ્ણની સાથે જેમનો અમરપ્રેમ છે..યુગપુરૂષ ભગવાનશ્રી કૃષ્ણના નામની સાથે જેમનુ નામ સદીઓથી.. યુગો યુગાંતરથી જોડાયેલુ છે તે પરમપૂજનીય રાધાજી આ રીતે મધુબનમાં કાન્હા સાથે નૃત્ય કરતા હતા..?? ધાર્મિક લાગણીને ભારે ઠેસ પહોંચે એવા ગંદો વિડિયો અને આલબ્મ બનાવવાના..? શું આવા અશ્ર્લીલ વિડિયો આલ્બમ માટે હિન્દુ સંસ્કૃતિનો જ ઉપયોગ કરવો..>? બીજી કોઇ સંસ્કૃતિનો ઉપયોગ કરો..તો .ખબર પડે કે કેવી ધારદાર તલવારો નિકળે છે….? અને માથા સાટે લાખો રૂપિયાનું ઇનામ જાહેર થઇ જશે..!


બોલીવુડમાં સજાતીય સંબંધો પર બનેલી ફિલ્મ ધ ફાયરમાં પરિવારની બે મહિલાઓના નામો સીતા અને ગીતા જાણી જોઇને રાખવામાં આવે છે. નવરાત્રિના ગરબાનું આલબ્મ તાજેતરમાં જ બહાર પડ્યુ હતું. જેમાં શક્તિ આરાધના માટેના નવરાત્રિના ગરબામાં સન્ની લિયોની જેવો અશ્ર્લીલ ડાન્સ જોઇને તેનો વિરોધ થયો ત્યારે એવુ ખરાબ ગીત અને વિડિયો બનાવનારે રાબેતા મુજબ માફી માંગી-ના..ના મારો એવો કોઇ ઇરાદો નહોતો..સોરી અને વાત પૂરી. તેને હિન્દુ સેનાએ શું સજા કરી..? જો તેની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાઇ હોત તો મધુબન મેં રાધિકા નાચે..વાળો અશ્ર્લીલ વિડિયો બનાવવાની કોઇની હિંમત ન થાત.

બોલીવુડની 1960માં બનેલી ફિલ્મ કોહિનૂરમાં દિલીપકુમાર દ્વારા “મધુબન મેં નાચિકા નાચે રે..” ગીત કેટલુ સુંદર અને મનોહારી કર્ણપ્રિય લાગે છે. તેના શબ્દોમાં માધુર્ય છલકે છે. શબ્દો છે-
મધુબન મેં રાધિકા નાચે રે
ગિરધરકી મુરલિયા બાજે રે..
પગ મેં ઘૂંઘરૂ બાંધ કે..
ઘૂંઘટા મુખ પે ડાલ કે,
નૈન મેં કજરા લગા કે..
રે મધુબન મેં રાધિકા નાચે રે..
અને સન્ની પર બનેલુ મધુબન મેં રાધિકા નાચે રે..ના શબ્દો…
નાચે મધુબન મે રાધિકા
જગંલ મેં નાચે જૈસે મોર
રે સાંવરિયા મોરે, સાંવરિયા તુ હી દિલ કા ચોર
રાત હૈ આધી રે, સજન ધૂન લાગી રે
મૈં ઉઠ-સુધ ભાગી રે, ભાગી રે ભાગી રે..
ચલી મૈં બિજલી ગિરા કે નાચે મધુબન મેં રાધિકા…

ક્યાં વૃદાવન…ક્યાં મથુરા…ક્યાં કાન્હા અને રાધાનો નિર્દોષ અમરપ્રેમ અને કયા આ અશ્ર્લીલ ફિલ્મોમાં કામ કરનાર લિયોની પર બનેલા ગીતના શબ્દો અને દ્રશ્યો….?! છટ્…! લોકશાહીનો ઉપયોગ કરીને કોઇ આવા વિડિયો બનાવે, ચોક્કસ બનાવે અને રજૂ કરે…પણ તેમાં ધાર્મિક બાબતોને, ધાર્મિક ગીતોને અને જેની પૂજા કરનાર એક આખો સંપ્રદાય-રાધાવલ્લભ પંથ છે તે રાધાજીના નામે આવા વિડિયો બનાવનારની નજર માત્રને માત્ર યુવાઓને આકર્ષવા સન્નીના અંગો-ઉપાંગોનો લટકા મટકા તરીકે રજૂ કરીને ખણખણતા કાવડિયા કમાવી લેવાનો જ છે,.


કહેવાય છે ને કે પૈસા તો દેહ વેચનારી પણ કમાવી શકે છે. પણ એ તેની મજબૂરી છે. આવા વિડિયો બનાવનારાની સરખામણી દેહ વેચનારી સાથે જ કરવી જોઇએ કે જે સન્નીનો દેહ લાલિત્ય દર્શાવીને ગંદી કમાણી મજબૂરીમાં નહી પણ લાખોપતિ થવા માટે કરવા માંગે છે. ખાલી મધુબન..નો ઉપયોગ કરે તો કોઇને કાંઇ વાંધો હોઇ શકે નહીં. પણ ભગવાન શ્રી કૃષ્ણની સાથે સદૈવ આદરણીય-સન્માનીય-પ્રાતઃવંદનીય રાધાજીના નામનો ઉપયોગ કોઇ કાળે ચલાવી શકાય નહી. સન્નીનો વિડિયો જોઇને નવી પેઢીના તો એમ જ માનશે કે રાધાજી પણ આ રીતે મધુબનમાં નાચતા હશે…? નવી પેઢીના મનમાં રાધાજી માટે આદરને બદલે ખરાબ નજરે જોવાની વૃતિ માટે જો કોઇ જવાબદાર હોય અને હશે તો તે હિન્દુ સંસ્કૃતિની સહનશીલતનો ગેરલાભ લેનારા આવા ગંદા વિડિયો બનાવનારા લેભાગૂ તત્વો જ છે.

હિન્દુ સંસ્કૃતિ કાંઇ ગરીબ કી જોરૂ નથી..એવુ એક વાર તો આવા વિડિયો બનાવનારાઓને કડવો અનુભવ થવો જ જોઇએ. જેથી ભવિષ્યમાં કોઇ શક્તિ આરાધનાના ગરબા પર કે પૂજનીય રાધાજી નામે આવી ઘિનૌની હરકત કરવાની હિંમત નહી કરે. “બોલે સો નિહાલ…સતશ્રી અકાલ…”જેવા બનશું તો જ આવા ભટકાવનારા ગંદા વિડિયોનું પ્રદૂષણ અટકશે…! રાધાજી, તમારા નામે આવા વિડિયો બનાવનારાઓને કૃપા કરીને માફ ન કરતા કેમ કે તેઓ જાણે છે કે તેમણે શું કર્યુ છે..! રાધે..રાધે…

 77 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી