અમદાવાદમાં આજથી ‘NO VACCINE, NO ENTRY’

મુસાફરી સહિત જાહેર સ્થળો પર ફરવા માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સોમવારથી નો વેકિસન-નો એન્ટ્રીના નિર્ણયની અમલવારી થવાની છે જેના પગલે આજથી કોરોના વેકિસન નહીં લેનારા લોકોને એ.એમ.ટી.એસ., બી.આર.ટી.એસ., સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરીયા લેકફ્રન્ટ સહિત સિવિક સેન્ટરો તથા મ્યુનિ.ના બિલ્ડીંગોમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય શુક્રવારે અમદાવાદ મ્યુ. કમિશ્નર મુકેશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું જેનો આજથી લાગુ થશે. જે અંતર્ગત તમારે કોરોના રસી લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે. સર્ટિફિકેટ બતાવનારને જ આ તમામ જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે દિવસ પહેલાં આ નિર્ણય જાહેર કર્યો છે. જેનો અમલ સોમવારથી શરૂ થશે.આ આદેશની સાથે જ AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ અને ગાર્ડનમાં જવા પણ વેક્સિનનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે એ સિવાય પ્રવેશ નહીં મળે. આ જાહેરાતની સાથે જ લોકો વેક્સિન લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ સોમવારથી સર્ટિફિકેટ ચેકિંગ કરતા અનેક મુશ્કેલીઓનો સામનો પણ થઇ શકે છે.

નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ વર્ષે 16 જાન્યુઆરીથી શહેરીજનોને કોરોના વેકિસન આપવાની શરુઆત કરવામાં આવી હતી. 18 સપ્ટેમ્બર સુધીમાં વેકિસન આપવા પાત્ર થતા કુલ 4638432 લોકોની વસ્તી પૈકી 80.38 ટકા વસ્તીને કોરોના વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જયારે 46.82 ટકા લોકોને વેકિસનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

 80 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી