નો વેક્સિન નો જોબ….હવે નવા માપદંડ

આ દેશે જાહેર કર્યો નવો નિર્ણય, લેવી પડશે ફરજિયાત રસી

કોરોના મહામારી સાથે કામ પાર પાડવામાં ફિઝી સરકારે કડક પગલાં ભર્યા છે. વડાપ્રધાન ફ્રેન્ક બેનિમરામાએ કોરોનાને નાથવા માટે રસી જરૂરી હોઇ પ્રજાને એ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા નારો આપ્યો છે નો વેકસિન, નો જોબ્સ અર્થાત રસી નહિ તો નોકરી નહિ હકીકતમાં આ દેશમાં ડેલ્ટા વેરિઅન્ટ ટકોરા મારી ચૂક્યો છે કે જેનાથી દુનિયા ડરેલી છે.

આ પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના રસી નહિ મૂકાવનારે નોકરી ગુમાવવી પડશે. વડાપ્રધાન ફ્રૈન્ક બેનિમરામાએ કહ્યું છે કે 15 ઓગસ્ટ સુધી વેક્સિનનો પહેલો ડોઝ નહિ લેનાર સરકારી કર્મચારીઓને રજા પર ઉતારી દેવાશે અને 1 નવેમ્બર સુધી બીજો ડોઝ નહિ લેનારને નોકરીમાંથી કાઢી મૂકાશે.

ફિજી સરકારે કર્મચારીઓ ઉપરાંત કંપનીઓને પણ ચેતવણી આપી છે. સરકારે એ કંપનીઓને બંધ કરવાની ચીમકી આપી છે કે જેમાં મોટા ભાગના કર્મચારીઓ હજી સુધી રસીવિહોણા છે.

ફિજીના વડાપ્રધાને આ સંદભેમાં ગુરૂવારે દેશના નામે કરેલા સંબોધનમાં જણાવ્યું કે નો જૈબ, નો જોબ્સ. વિજ્ઞાન આપણને સમજાવે છે કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી કેટલી જરૂરી છે. હવે સરકારએના આધારે નીતિ નક્કી કરી રહી છે. રસી નહિ મૂકાવનારાઓએ નોકરી ગુમાવવા માટે તૈયાર રહેવું પડશે.

કોરોના વાયરસના વધેલા પ્રકોપથી ફિજીની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર વિપરિત અસર પડી છે. એણે અર્થવ્યવસ્થાને વેરવિખેર કરી નાખી છે. અહીંની સરકાર બેરોજગાર પ્રજાજનોને ખેતી માટેના ઓજારો તથા રોક્ડ સહાય કરી રહી છે. પ્રશાંત મહાસાગરસ્થિત આ દેશમાં રોગચાળાના પહેલા વર્ષમાં કોઇ ખાસ અસર જણાઇ નહોતી.

 60 ,  1