અમદાવાદ: ગુજરાત યુનિ.માં EWSની બેઠકોમાં ગોટાળા મામલે છુટાહાથની મારામારી

ગુજરાત યુનિવર્સિટી EWS ક્વોટાની સીટોમા ગેરનીતી ના આક્ષેપો સાથે ચર્ચાનો કેન્દ્ર બની છે. વિદ્યાના ધામમા મંગળવારે છુટા હાથની મારામારી પણ થઈ હતી. વિદ્યાર્થી પરીષદ 960 સીટો ગ્રાન્ટેડ કોલેજમા EWS ક્વોટામા ભરવામાં આવી તેવી માંગ કરી રહ્યાં છે. તો બીજી તરફ અધ્યાપક મંડળ કોલેજે પાસે સવલતો ન હોવાથી સમયની માંગ ABVP કરી રહ્યું છે. જે મામલે ABVP દ્વારા યુનિવર્સીટીના કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ગુજરાત યુનીવર્સીટી ફરી એક વખત યુદ્ધનુ મેદાન બન્યું છે. જ્યાં ABVP અને NSUI આંતરીક લડાઈને લઈને આમને સામને આવી ગયા છે. એબીવીપી દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે કે, કોંગ્રેસી નેતાઓની સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ભરવા માટે ગ્રાન્ટેન્ડ કોલેજમાં ફાળવવામાં આવેલી EWS ક્વોટાની બેઠકો રદ્દ કરવામાં આવી છે. ABVPના પ્રદેશ મંત્રી નિખિલ મેઠિયાએ જણાવ્યું કે તેમના કાર્યકરો છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થી માટે લડત આપી રહ્યા છે.

ABVPના પ્રદેશ મંત્રી નિખિલ મેઠિયાએ જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થી માટે લડત આપી રહ્યા છે..960 બેઠકોનો ગફળો કરાયો છે..છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ આ કૌભાંડમાં સામેલ છે તે તમામ દ્વારા કાલે કાર્યકરોને માર મારવામાં આવ્યા છે.

બેઠકો રદ્દ કરાઈ તે કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓ સામેલ છે. આ મામલે રજૂઆત કરાઈ છે ત્યારે કાલે કાર્યકરોને માર મારવામાં આવ્યા હતા. આ કૌભાંડ રૂપિયા 5 કરોડ 76 લાખનું છે, જે અમે ખુલ્લું પાડ્યું છે. સાથે જ માગ કરી કે કૌભાંડ માટે જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. રદ્દ કરાયેલી 960 બેઠકો ફરી પ્રવેશ પ્રક્રિયા માટે સામેલ કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી