નોઇડા : પ્રેમીની હત્યા કરવા જૌનપુર જઇ રહેલી મહિલાની ધરપકડ, હથિયાર જપ્ત

પુત્રને ટ્યુશન આપવા આવતા 15 વર્ષ નાના ટીચર સાથે મહિલાને બંધાયા હતા સંબંધ

પુત્રના ટ્યુશન શિક્ષક સાથે બંધાયા સંબંધ, લગ્ન કરી લેતા ઘડ્યો હત્યાનો પ્લાન

આધેડ હસીનાની કાતિલ સાજિશ, 15 વર્ષ નાના પ્રેમીનું ખૂન કરવા ઘડ્યો પ્લાન

એક મહિલાએ તેના પ્રેમીની હત્યા કરવાનું કાવતરું ઘડી બે શૂટરને ચાર લાખ રૂપિયાની સોપારી આપી હતી, પરંતુ ઘટનાને અંજામ આપે તે પહેલા કોતવાલી બીટા-2 પોલીસે યમુના એક્સપ્રેસ વેના ઝીરો પોઇન્ટ પરથી મહિલાની ધરપકડ કરી લીધી હતી. મહિલા પાસેથી એક હથિયાર મળી આવ્યું છે. પોલીસે સોપરી લેનાર શૂટરોની શોધખોળ હાથ ધરી છે.

ડીસીપી ગ્રેટર નોઈડા અમિત કુમારે જણાવ્યું કે રાજનગર એક્સટેન્શન ગાઝિયાબાદની રહેવાસી પ્રમિલા ચૌહાણ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તે પ્રેમીની હત્યા કરવા નીકળી હતી અને યમુના એક્સપ્રેસ વે પર શૂટરોની રાહ જોઈ રહી હતી. તે શૂટરો સાથે જૌનપુર જવાની હતી.

પોલીસ મુજબ, મહિલાના પુત્રને ટ્યુશન આપવા શિક્ષક અંકુર તેના ઘરે આવતો હતો. આ દરમિયાન તે ટ્યુશન શિક્ષકના પ્રેમમાં પડી હતી. બંને વચ્ચે 10 વર્ષની પ્રેમસંબંધ હતો અને ઘણી વખત શરીર સુખ માણ્યું હતું. આ દરમિયાન એક દિવસ અચાનક અંકુર જૌનપુર સ્થિત તેના ગામ જતો રહ્યો અને લગ્ન કરી લીધા.

પ્રેમીએ લગ્ન કર્યાની જાણ થતાં જ તે ભડકી ઉઠી હતી અને પ્રેમીએ કરેલા દગા બદલ હત્યા કરવાનું કાવતરું રચ્યું. આ માટે તેણે ગ્રેટર નોયડામાં રહેતા ભાડુઆતી શૂટરનો સંપર્ક કર્યો અને નક્કી થયા મુજબ ઝીરો પોઇન્ટ પર આવી હતી. તે સમયે પોલીસ ઝપટે ચડી હતી અને ઇરાદ પર પાણી ફરી વળ્યું હતું.

પોલીસે જણાવ્યું કે સ્થળ પરથી ફરાર થયેલા શૂટરની ઓળખ કૌશિંદ્ર તથા ભાલા તરીકે થઈ છે. પોલીસે મહિલા પાસેથી તમંચો, પ્રેમીનો ફોટો, બે મોબાઇલ ફોન તથા ઓળખ પત્ર જપ્ત કર્યુ હતું અને કાર્યવાહી કરી હતી.

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી