Video : પ્રાંતિજ સહિત તાલુકામાં ભર શિયાળે કમોસમી વરસાદ

કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો ચિંતિત

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા રવીપાકની વાવણી સમયે જ કમોસમી વરસાદ પડતા ધરતી પુત્રોમા નારાજગી જોવા મળી રહી છે.

મોસમ વિભાગની ત્રણ દિવસીય આગાહી વચ્ચે જિલ્લા સહિત તાલુકામા વહેલી સવારથીજ કમોસમી વરસાદ પડતા હાલ તો રવીપાકની વાવણી સમયે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. બીજી બાજુ તૈયાર થયેલ શાકભાજીના પાકો જેવા કે ફલાવર, કોબીજના પાકો ઉપર વરસાદી પાણી પડતા અસર જોવા મળશે. તેમજ ખેતરોમા તૈયાર થયેલ ડાંગરનો પાક અને પશુ ધાસ ચારો પણ વરસાદમાં પલરી જતા ખેડૂતોના હાથમા આવેલ કોળીયો છીનવાયો છે. ભર શિયાળે કમોસમી વરસાદ પડતા ખેડુતો ને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. કમોસમી વરસાદ બાદ ઠંડી અને વાતાવરણ વાદળ છાયુ બનતા હજુ વાદળ ને લઈ ને પાક ઉપર પણ અસર થશે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી