નોરા ફતેહીએ ફરી ‘દિલબર’ સોન્ગ પર કર્યો તોફાની ડાન્સ, ViralVideo

નોરા ફતેહી પોતાના ધમાકેદાર ડાન્સને કારણે જાણીતી છે અને દિલબર ગર્લના નામથી ફેમસ થયેલી નોરા ફતેહીનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં નોરાનો બેલી ડાન્સ જોઈ સૌ કોઈ તેના ફેન બની ગયા છે.

નોરા ફતેહીનો આ વીડિયો તેના ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ આ એક્ટ્રેસ માટે નવી ખુશી સામે આવી છે. આમ, પણ નોરા ફતેહી સલમાન ખાનની ફિલ્મ ભારતમાં દેખાશે. આ ઉપરાંત, નોરા ફતેહીએ ડાન્સ પ્લસ 4ના ફિનાલેમાં પણ ‘દિલબર’ સોંગ પર બેલી ડાન્સ કર્યો છે.

બેલી ડાન્સમાં પારંગત નોરા ફતેહીએ જણાવ્યુ હતુ કે, આ મારા કરિયરનો ખૂબ જ રોમાંચક સમય છે. લોકો મારા ટેલેન્ટ પર ધ્યાન આપી રહ્યા છે અને હું બોલિવુડના અદ્ભુત લોકો સાથે કામ કરી રહી છું. જ્યારે ઈન્ટરનેશનલ સ્તર પર પણ ઓળખ મેળવી રહી છું. ‘દિલબર’ સોંગ મારા કરિયરનો એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થયું.

 48 ,  3