ઉત્તર કોરિયામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી..! WHOને સોપ્યો રિપોર્ટ

અત્યાર સુધી ઉત્તર કોરિયા કોરોના મુક્ત હોવાનો દાવો

ઉત્તર કોરિયા કોરોના મુક્ત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. WHOને સોપેલા રિપોર્ટમાં દેશમાં એકપણ કોરોનાનો કેસ ન હોવાનું જણાવ્યું છે. ઉત્તર કોરિયાએ આશરે એક વર્ષ પહેલા સંક્રમણની શરૂઆતમાં દેશને મહામારીથી મુક્ત રાખવાના પ્રયાસને રાષ્ટ્રના અસ્તિત્વનો સવાલ ગણાવ્યો હતો.

જણાવી દઇએ, જ્યારે વિશ્વમાં મહામારીએ પ્રવેશ કર્યો ત્યારે ઉત્તર કોરિયાએ પોતાની સરહદો બંધ રાખી હતી. પર્યટકોના આગમન પર પ્રતિબંધ છે અને રાજદ્વારીઓને પણ દેશની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. સંક્રમણના લક્ષણ વાળા હજારો લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ ઉત્તર કોરિયાનું કહેવું છે કે દેશમાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. 

આ એક એવો દાવો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે ઉત્તર કોરિયાની સ્વાસ્થ્ય સિસ્ટમ સારી નથી અને દેશનો કારોબાર પણ સંક્રમણથી પ્રભાવિત ચીનની સાથે છે અને આ કારોબાર તેની અર્થવ્યવસ્થા માટે જીવન રેખા સમાન છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઉત્તર કોરિયાના પ્રતિનિધિ એડવિલ સલ્વાડોરે એસોસિએટેડ પ્રેસને બુધવારે જણાવ્યુ કે ઉત્તર કોરિયાએ કહ્યું કે, તેણે મહામારીની શરૂઆત એક એપ્રિલ સુધી 23121 લોકોની તપાસ કરી છે, પરંતુ તેમાંથી કોઈ સંક્રમિત મળ્યું નથી. સલ્વાડોરે કહ્યુ કે, ઉત્તર કોરિયાએ 26 માર્ચથી 1 એપ્રિલ વચ્ચે 732 લોકોની તપાસ કરી છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કોરિયા આઇસોલેશન સેન્ટરમાં મોકલેલા લોકોની સંખ્યા હવે એજન્સી સાથે શેર કરી રહ્યું નથી. 

મહત્વનું છે કે ઉત્તર કોરિયાએ મંગળવારે કહ્યું હતું કે તે કોરોના વાયરસથી પોતાના ખેલાડીઓની રક્ષા કરવા માટે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે નહીં. 

 57 ,  1