September 23, 2021
September 23, 2021

100 કે 200 નહીં 800 રુપિયા કિલો વેચાય છે લાલ ભીંડા…!

મહેનત રંગ લાવી : ખેડૂત બન્યો માલામાલ

તમે અત્યાર સુધી લીલા ભીંડા જોયા હશે. પરંતુ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ખેડૂત મિશ્રીલાલ રાજપૂતે પોતાના ખેતરોમાં લાલ ભીંડાની ખેતી કરીને ચર્ચામાં આવ્યા છે કેમ કે, આ ભીંડાની બજારમાં કિંમત સામાન્ય ગ્રીન લેડી ફિંગર કરતા ખૂબ વધારે છે. ચોંકાવનારી વાત એ છે કે, માર્કેટમાં 300થી 400 રૂપિયા પ્રતિ 250 ગ્રામ/ 500 ગ્રામ છે. મતલબ કે બજારમાં લાલ ભીંડાના ભાવ 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળી રહ્યો છે જેને પગલે આ ખેતીએ ખેડૂતને માલામાલ કરી દેશે.

ભોપાલના ખેડૂત મિશ્રીલાલ રાજપૂત લાલ ભીંડાની ખેતી કરવા માટે ટ્રેનિંગ લેવા માટે બનારસ ગયા હતા. ત્યાં તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ વેજીટેબલ રિસર્ચ સેન્ટરમાં લાલ ભીંડાની ખેતી કરવાની રીત જાણી હતી. જણાવી દઈએ કે આ પહેલા આ પ્રકારના ભીંડાની ખેતી યુરોપિયન દેશોમાં થતી હતી અને ભારતીય બજારોમાં તેની આયાત કરવામાં આવતી હતી.

ખેતીની પ્રક્રિયા વિશે મિશ્રીલાલ રાજપૂત જણાવે છે કે કૃષિ અનુસંધાન સંસ્થાન પાસેથી 1 કિલો બીજ લઈને આવ્યા હતા. જેમાં કિંમત લગભગ 2400 રૂપિયા હતી. તેમણે જણાવ્યું કે ‘બનારસથી પરત ફર્યા બાદ પોતાના બગીચામાં ભીંડાની ખેતી કરવાનો વિચાર કર્યો હતો. મેં જુલાઈના પહેલા અઠવાડિયામાં પાક વાવ્યો હતો અને લગભગ 40 દિવસમાં ભીંડાનું ઉત્પાદન થવા લાગ્યું.’ મિશ્રીલાલ રાજપૂતે જણાવ્યું કે, “એક એકડ જમીન પર ઓછામાં ઓછુ 40-50 ક્વિટલ અને વધુમાં વધુ 70-80 ક્વિન્ટલ ઉત્પાદન કરવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તેમાં ઈલ્લી અને બીજી કીડા જલ્દી નથી લાગતા અને તેનો પાક સામાન્ય ભીંડાની સરખામણીએ જલ્દી તૈયાર થઈ જાય છે. લાલ ભીંડાની ખેતી વખતે કોઈ પણ હાનિકારક જંતુનાશકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.”

 64 ,  1