બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી એક પણ મોત નહીં…!

સરકારના નિવેદનથી ભડક્યું વિપક્ષ, કોંગ્રેસ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ રજૂ કરવાના મૂડમાં

કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન દેશના ઘણા ભાગોમાંથી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીના મોતના કેસ નોંધાયા હતા. પરંતુ હવે મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું છે કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. આ મુદ્દે સંસદમાં આમ આદમી પાર્ટી વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે ટિપ્પણી કરી છે.

આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે, સંકટ કાળમાં સરકારે દેશને અનાથ છોડી દીધો અને સરકારને જાણ જ ન હોતી કે શું થઈ રહ્યું છે.

નોંધનીય છે કે, કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે રાજ્યસભામાં ઓક્સિજનનાં અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ ઉઠાવ્યા હતા. આના જવાબમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મોત નથી થયું.

મંત્રાલયે આપેલી આ માહિતીને લઈને કોંગ્રેસ હવે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે તેઓ આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે. તેમણે કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે સરકાર એમ કહી રહી છે કે ઓક્સિજનના અભાવને કારણે કોઈનું પણ મોત થયું નથી. તેઓએ ખોટી માહિતી આપીને ગૃહને ગેરમાર્ગે દોર્યું છે. અમે તેમની સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવનો લાવીશું. આ નિંદાત્મક છે.”

 15 ,  1