ફિલ્મી નહી પણ વાસ્તવિક જીવનમાં ‘રઇસ’, છતાં બન્યો બુટલેગર

અસલાલી પોલીસે 18 લાખના દારૂ સાથે ચારને ઝડપી લીધા, ખાતેદાર સહિત 6 ફરાર

દારૂ પીવાના શોખને લીધે જમીનદાર બન્યો ‘૨ઈસ’

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક જમીન ખાતેદા દારૂ પીવાના શોખે બુટલેગર બની ગયો છે. મફતમાં દારૂ પીવા મળી જાય સાથે લાખોની કમાણી થાય તેવું વિચારીને જમીનખાતેદાર બુટલેગર બની અડ્ડો શરૂ કરી દીધો હતો. જો કે બાતમીને આધારે અસલાલી પોલીસે અડ્ડા પર રેડ કરી 18 લાખનો દારૂ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે 10 લોકો સામે ફરિયાદ નોંધી ચાર લોકોની ધરપકડ કરી હતી. જ્યારે બુટલેગર ખાતેદાર સિહત છ લોકો ફરાર છે.

અમદાવાદ જિલ્લાના સનાથલ ગામમાં રહેતો અને દોઢસો વીઘાનો ખાતેદાર કે જેની સાત પેઢી એશઆરામની જિંદગી જીવી શકે છે તેને દારૂ પીવાનો શોખ ભારે પડી ગયો છે. દારૂ પીવાના શોખે ખાતેદારને બુટલેગર બનાવી દીધો છે. અસલાલી પોલીસે ખાતેદારની જમીનમાં બનાવેલા એક રૂમમાંથી 18 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

અસલાલી પોલીસને બાતમી મળી હતી કે ફતેહવાડી કેનાલની બાજુમાં આવેલા વીસલપુર ગામની સીમની એક જગ્યામાં જંગી વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે. બાતમીને આધારે અસલાલી પોલીસે તાપસ શરૂ કરી હતી, જેમાં તેમને પાકી માહિતી મળી હતી કે, સનાથલ ગામનો રહેવાસી રામચંદ્રસિંહ ગણપતસિંહ ચૌહાણ, જેની અસલાલી ગામામાં જમીન આવેલી છે. ત્યાં દારૂનો જથ્થો પડ્યો છે. અસલાલી પોલીસની ટીમે બાતમવાળી જગ્યાએ રેડ કરી હતી, જેમાં એક ઓરડીમાંથી પોલીસે 18 લાખ રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો.

378 પેટી દારૂ તેમજ 8856 દારૂની બોટલો કબ્જે

પોલીસે દારૂ સાથે જયપાલસિંહ (રહે, સનાથલ ગામ), ગોરધનસિંહ રાજપૂત (રહે, રાજસ્થાન), મહેન્દ્રસિંહ રાજપૂત (રહે, રાજસ્થાન)ની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર રામચંદ્રસિંહ ચૌહાણ, રૂદ્રવતસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ, કનુપટેલ અને કુલદીપસિંહ વોન્ટેડ છે. પોલીસે ઘટનાસ્થળ પરથી 378 પેટી દારૂ તેમજ 8856 દારૂની બોટલો, ત્રણ વાહનો અને પાંચ મોબાઇલ સહિત 20.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ જિલ્લાના ડી.વાય.એસપી કે.ટી કામારિયાએ જણાવ્યું કે, અસલાલી પોલીસે રેડ દરમિયાન ચાર સખ્શોની ધરપકડ કરી છે. જે રામચંદ્ર સિંહ ચૌહાણ માટે કામ કરતા હતા. રામચંદ્ર સિંહ ચૌહાણને દારૂ પીવાનો શોખ હતો. જે આવાર નવાર તેની જગ્યા પર દારૂની પાર્ટીનું આયોજન કરતો હતો.

પોતાની માલિકીની દોઢસો વિઘા જમીન જેની અંદાજિત કિંમત 100 કરોડને પાર..

પોલીસના જણાવ્યા આનુસાર, સનાથલ સહિત અલગ વિસ્તારોમાં રામચંદ્ર સિંહની પોતાની માલિકીની દોઢસો વિઘા જમીન આવેલી છે. જેની અંદાજિત કિંમત 100 કરોડને પાર જાય છે. જોકે તેને દારૂ પીવાનો શોખ હોવાથી ધંધો બનાવી દીધો હતો. રુદ્રવત સિંહ વાઘેલા, કનુ ભાઈ પટેલ અને કુલદીપ સિંહ સાથે મળીને દારૂનો ધંધો કરવા માટેનું આયોજન કર્યું હતું. જેમાં રાજસ્થાનથી એક સાથે 18 લાખનો દારૂ મંગાવી લીધો હતો. મફતમાં દારૂની મહેફિલ છે. અને તેના સાગરિત દારૂ વેચીને પૈસા કમાય તેવો ઇરાદો હતો. જો કે તેનો આ ઇરાદો પાર પડે તે પોલીસે સમગ્ર હકીકતનો પર્દાફાશ કરી દીધો હતો.

જણાવી દઈએ, જે લ પોલીસે રેડ કરી ત્યા બે ઓરડીઓ હતી. જેમાં એકમાં દારૂ ભરેલો હતો. જયારે બીજી ઓએડી એસી વાળી હતી, જેમાં રામચંદ્ર સિંહ તેના સાગરીતો સાથે મેહફીલ માનતો હતો. પોલીસે હાલ ચાર સખ્શોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે, જયારે રામચંદ્ર સિંહ સહિત ફરાર 6 આરોપીઓને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી

 101 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી