શું યુપીમાં કોરોના કંટ્રોલમાં આવ્યો કે ગિયો….

UPમાં કડકનાથ યોગીનો એવો તાપ…કે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનપદ ચન્દોલીમાં 30 કરોડના ખર્ચે બાબા કીનારામ અઘોર પીઠ મઠમાં એકીકૃત પ્રવાસન વિકાસ કાર્ય સહિત 26 અન્ય વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. અલગ અલગ યોજનાઓના લાભાર્થિઓને મંજૂરી પત્ર, ચેક અને ચાવી વિતરણ પણ કરી. આ દરમિયાન કાર્યક્રમમાં તેમણે સપા પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દે નથી. ભાઈ-ભત્રીજાવાદના નામ પર સમગ્ર સમાજને બદનામ કરી રહ્યા હતા. વિકાસના પૈસા પર લૂંટ ચલાવતા હતા અને પૈસા બહાર મોકલતા હતા.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, સમાજવાદી પાર્ટીને ચાર વખત સત્તા મળી, પરંતુ પ્રદેશમાં વિકાસ નથી કરવામાં આવ્યો. યોગીએ કહ્યું કે, આ લોકો રામભક્તો પર ગોળી ચલાવી શકે છે. તેમણે કહ્યું કે, સપા શાસનમાં નોકરીઓમાં ભ્રષ્ટાચાર થતો હતો, પરંતુ અમારી નોકરી પ્રક્રિયા પર કોઈ આંગળી ન ઉઠાવી શકે. આજે માફિયાની હિમ્મત નથી કે કોઈ વેપારી, કોઈ માં-દીકરીની સામે આંખ ઉઠાવીને જોઈ શકે. જો કોઈએ કંઇ ખોટું કરવાની કે માં-બહેન સામે આંખ ઉઠાવીને જોવાની હિંમ્મત કરી તો તેની છાતી પર બુલડોઝર ચલાવી દેવામાં આવશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 2 યુવકોની જોડી શું કરી રહી હતી. બબુઆ-બુઆની જોડી શું કરી રહી હતી. તેમણે માત્ર પરિવારનો વિકાસ કર્યો. પરિવારની પરિભાષા અખિલેશ નથી સમજતા, મારા માટે 25 કરોડની જનતા મારો પરિવાર છે.

તેમણે કહ્યું કે, પ્રદેશમાં એક પણ દંગો નથી થયો. ત્રીજ તહેવાર શાંતિથી મનાવવામાં આવી રહ્યા છે. યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં તોફાનીઓ જ નહીં, પરંતુ કોરોના પણ શાંત થઇ જાય છે અને લોકો શાંતિથી ત્રીજ તહેવાર મનાવે છે. યોગીએ લોકોને વેક્સીનના બન્ને ડોઝ લેવાની અપીલ કરી. તેમણે કોરોનાના નવા વેરિયન્ટને લઇને જનતાને સચેત કરતા કહ્યું કે, કોરોનાના નવા વેરિયન્ટથી બચવા માટે વેક્સીન જ સારો ઉપાય છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી