કંઈ જ અશક્ય નથી..માત્ર 22 વર્ષની ઉંમરે IAS ઓફિસર બન્યો “વૈભવ ગોંડાને”…

સિવિલ સર્વિસ પરીક્ષા 2018માં ઓલ ઇન્ડિયા રેંક 25 મેળવ્યો હતો

“અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી”..આ કહેવતને સાકાર કરી છે એક નવજુવાને .નામ છે વૈભવ ગોંડાને …સંઘ લોક સેવા આયોગની સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાની એક માનવામાં આવે છે. આ પરીક્ષામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમેદવાર સામેલ થાય છે. જેના કારણે આ પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. આ જ કારણ છે કે મોટાભાગના ઉમેદવારોની પસંદગી પ્રથમ વખતમાં નથી થતી. પરંતુ કેટલાક ઉમેદવાર એવા હોય છે, જેઓ પહેલા જ પ્રયત્નમાં પસંદગી પામે છે. એ જ ઉમેદવારોમાં સામેલ છે “વૈભવ ગોંડાને.”

મળતી વિગતો મુજબ ,યૂપીએસસીની સિવિલ સર્વિસિઝ પરીક્ષા માટે વૈભવે આટલી મહેનત કરી કે, તેમની પસંદગી પ્રથમ વખતમાં જ થઇ ગઇ. હાલ વૈભવ એક આઈએએસ ઓફિસર છે. વૈભવ ગોંડાએ યૂપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2018માં ઓલ ઇન્ડિયા રેંક 25 મેળવ્યો હતો. માત્ર 22 વર્ષની ઉંમરમાં યૂપીએસસી પરીક્ષા પાસ કરી તેમણે ઇતિહાસ રચ્યો હતો.વૈભવ ગોંડાને જ્યારે આ સફળતાને લઇ વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, યૂપીએસસીની સિવિલ સર્વિસિઝ પરીક્ષા માટે તેમણે 10મા ધોરણથી જ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. વર્ષો સુધી તૈયારી કર્યા બાદ જ્યારે તેમણે યૂપીએસસીની પરીક્ષા આપી તો તેઓ પહેલા જ પ્રયત્નમાં સફળ થઇ ગયા.

પ્રાપ્ત માહિતી અનુસાર ,વૈભવ ગોંડાને મૂળ રીતે મહારાષ્ટ્રના પુણેના રહેવાસી છે. તેમનું માનવું છે કે,સિવિલ સર્વિસિઝ પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવાર પાસે મોટિવેશન હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે સેલ્ફ મોટિવેશન અને અભ્યાસના કારણે જ આ પરીક્ષા પાસ કરી શકાય છે. વૈભવનું માનવું છે કે માત્ર અભ્યાસથી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ નથી કરી શકાતી. તેના માટે યોગ્ય રણનીતિ અને સમર્પણની જરૂર હોય છે.

વધુમાં ,વૈભવનું માનવું છે કે,યુપીએસસીની તૈયારી તમે 50-50 ફોર્મુલા સાથે કરી શકો છો. તેમના મતે 50 ટકા તૈયારી રીડિંગ દ્વારા અને 50 ટકા તૈયારી નોટ્સ મેકિંગ, આન્સર રાઇટિંગ, મોક ટેસ્ટ અને સમાચાર પત્ર દ્વારા કરી શકાય છે. એવામાં જો તમે તૈયારીના બે ભાગમાં વહેંચી દેશો તો તમને સારી તૈયારી કરી શકશો અને સફળતા તમારા પગમાં હશે.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર