September 24, 2020
September 24, 2020

કુખ્યાત હિતુભા ઝાલાની ATSએ વડોદરાથી કરી ધરપકડ, પોલીસ જાપ્તામાંથી થયો હતો ફરાર

કુખ્યાત મુસ્તાક મીરની હત્યાના મુખ્ય આરોપી અને નાસતા ફરતા હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ

વડોદરામાં ATSએ કુખ્યાત હિતુભાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પિસ્તોલ તેમજ અન્ય વસ્તુઓ કબ્જે કરી છે. ગુજરાત ATS ડીઆઈજી હિમાંશુ શુકલાની સૂચનાથી ATS ડીવાયએસપી ભાવેશ રોજીયા સહિતની ટીમ દ્વારા આજે વડોદરા ખાતેથી મોરબીમાં મુસ્તાક મીરની સરાજાહેર હત્યા તેમજ તેના ભાઈ આરીફ મીર પર ઘાતક હુમલો કરનાર આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા સહિતના અન્ય સાથીદારોની ધરપકડ કરી છે.

વર્ષ 2017માં મોરબીના કુખ્યાત મુસ્તાક મીરની હત્યા નિજપાવવામાં આવી હતી. હત્યા બાદ હિતુભા ઝાલાની વર્ષ 2019માં ATSએ ધરપકડ કરી હતી. અને સાબરમતી જેલમાં બંધ કર્યો હતો. જોકે પેરોલ દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર કુખ્યાત હિતુભા દ્વારા ફાયરીંગ કરીને મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલ હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો. ત્યાર બાદ કાલીકા પ્લોટમાં રહેતા મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર ઉપર ભાડૂતી મારા મોકલાવીને હિતુભા દ્વારા જીવલેણ હુમલો પણ કરાવવામાં આવ્યો હતો. આ બનાવ બાદ અમદાવાદ ATS દ્વારા હિતુભાની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડના બાદ હિતુભા ઝાલાને મોરબી લાવવામાં આવી રહ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા ઓનેસ્ટ હોટેલ નજીકથી પોલીસ જાપતામાંથી તે ફરાર થયો હતો.

ફરાર બાદ હિતુભા ઝાલાને ભાગેડુ જાહેર કરી પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ATSની ટીમે ચોક્કસ બાતમીના આધારે રવિવારે વડોદરામાં સારાભાઇ કેમ્પસમાં આવેલી એક રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરાયેલા સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાંથી ખુંખાર હિતુભા ઝાલાને ઝડપી પાડ્યો હતો.

ATS ડીઆઈજી હિમાંશુ શુક્લાની સૂચનાથી ડીવાયએસપી ભાવેશ રોજીયા સહિતની ટીમે હિતેન્દ્રસિંહ ઝાલાને દબોચી લીધો હતો. ધરપકડ બાદ ATS દ્વારા તપાસ કરતા પિસ્તોલ તેમજ અન્ય સામગ્રી મળી આવી હતી. હાલ આ મામલે ATSએ વધુ તપાસ હાથ ધરી છે.

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર