સુરતના રાંદેરમાં કુખ્યાત રાકેશ મારુની ઘાતકી હત્યા, ઘટના CCTVમાં કેદ

અંગત અદાવતમાં માથાભારે શખસની ચપ્પુના 20થી વધુ ઘા ઝીંકી હત્યા

સુરતના રાંદેર વિસ્તારના કુખ્યાત રાકેશ મારુ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. પાંચ લોકોએ હુમલો કરી તિક્ષ્ણ હથિયારોથી રાકેશની હત્યા કરી દીધી હતી. જાહેર રસ્તા પર બાઈકમાં આવેલા અને અન્ય ઈસમોએ માર મારી ચપ્પુના 20થી વધુ ઘા ઝીકીંને બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી છે. સમગ્ર હત્યાનો બનાવ CCTV કેમેરામાં કેદ થયો છે. હાલ સમગ્ર હત્યાપ્રકરણમાં રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, રાંદેર વિસ્તારમાં રહેતો અને માથાભારે યુવાનની છાપ ધરાવતો અને ફાઇનાન્સના  વેપાર સાથે જોડાયેલ રાકેશ મારુ રાંદેરમાં રહેતી પોતાની પ્રેમિકાને મળવા જતો હતો. તે સમયે રાંદેરની ખાનગી શાળા નજીક બાઈક પર આવેલા બે ઈસમો રાકેશ મારુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

જોકે પોતાની ગાડીમાં આવતા યુવાન પર હુમલો કરી ઉપરા છાપરી ઘા માર્યા હતા. જેથી રાકેશ ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આ યુવાન મોતના સમાચારને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

 122 ,  1