અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને લવાશે અમદાવાદ

અમદાવાદ ક્રાઈમબ્રાંચે ડોન રવિ પૂજારીની કસ્ડટી લીધી

ગેંગસ્ટર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને મહારાષ્ટ્રથી અમદાવાદ લાવવામાં આવી શકે છે. આ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર પહોંચી છે. કુખ્યાત ડોન રવિ પુજારીની કસ્ટડી મેળવીને તેને અમદાવાદ લાવવામાં આવશે. બોરસદ ખંડણી કેસમાં ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડી મેળવશે. આ ઉપરાંત 2017માં અપક્ષ કાઉન્સિલર પર ફાયરિંગનો કેસ પણ છે.

2009 અને 2013ની વચ્ચે, બૉલીવૂડ અભિનેતા સલમાન ખાન, અક્ષય કુમાર, કરણ જૌહર, રાકેશ રોશન અને શાહરૂખ ખાનને રવિ પૂજારી દ્વારા ધમકી આપવામાં આવી હતી. રવિ પૂજારીએ શાહરૂખ ખાનને કરીમ મોરાની સાથે વ્યાવસાયિક સંબોધો અંગે ધમકી આપી હતી. વિદેશમાં સેનેગલમાં રહીને રવિ પૂજારી નમસ્તે ઈન્ડિયા નામની એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો.

મૂળ કર્ણાટકના પુજારીએ વર્ષ ૧૯૯૦માં ગેંગસ્ટર છોટા રાજનની ગેંગ માટે કામ કરવાનું શરૃ કર્યું હતું. ત્યારબાદ તેણે પોતાની ટોળકી બનાવી હતી. પછી મુંબઈ, બેંગલુરુ, મેંગલોરમાં વેપારી, બોલીવુડની પ્રસિધ્ધ વ્યક્તિને ખંડણી માટે ધમકી અને હુમલો કરી આ ગેંગે ગભરાટ ફેલાવી દીધો હતો.

કરોડો રૂપિયાની ખંડણી લોકો પાસેથી ઉઘરાવનાર કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીની ધરપકડ આફ્રિકાથી કરવામાં આવી હતી. અને હાલમાં છેલ્લે તે મહારાષ્ટ્રની જેલમાં બંધ હતો. અમદાવાદ સહિત ગુજરાતના અનેક ગુનાઓમાં તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવિ પુજારીની કસ્ટડી લેવા માટે મહારાષ્ટ્ર પહોંચી છે. અને ટ્રાન્ઝિક્ટ રિમાન્ડને આધારે તેની કસ્ટડી મમાગવામાં આવશે.

 61 ,  1