September 24, 2020
September 24, 2020

હવે માસ્ક ન પહેરનાર પાસેથી 1000નો દંડ વસૂલાશે..!

માસ્ક નહીં પહેરે તેને રૂ.1 હજારનો થશે દંડ, મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત

કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા આ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માસ્કનો દંડ વધરાવાની જાહેરાત કરતા જણાવ્યું  કે, રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. રાજ્યમાં આવતીકાલ એટલે કે 11 ઓગસ્ટ, મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

વધુમાં CM રૂપાણીએ નાગરિકોને અપીલ કરતા કહ્યું, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે. કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક રીતે ફેલાય છે  તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો ઉજવે. કોરોનાને નિયંત્રિત કરવું આપણા હાથમાં છે. 

જણાવી દઈએ, ગઈકાલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1078 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 54,138 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 71,064 પર પહોંચી છે. 

 188 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર