હવે ધોરણ 9થી 11માં ઓફલાઇન શિક્ષણની વિચારણા

સ્કૂલ કેમ્પસ ફરી ધમધમશે, આજે રૂપાણી સરકાર લેશે નિર્ણય

મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષતામાં આજે બપોરે કેબિનેટ બેઠક મળશે. જેમાં રાજ્યમા હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. તેમજ મંત્રીઓએ અલગ અલગ જિલ્લાઓમા કરેલા પ્રવાસ અને તેના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના પ્લાનિંગ અંગે આ બેઠકમાં આખરી ઓપ અપાઈ શકે છે. આ ઉપરાંત આ બેઠકની મહત્વની ચર્ચા ધોરણ 9-11 ના વર્ગો ચાલુ કરવા અંગે હશે. 

રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. કોરોનાને કારણે ઘરમાં પૂરાઈ રહેલા અને ઓનલાઈન ક્લાસથી કંટાળેલા વિદ્યાર્થીઓ હોંશેહોંશે શાળામાં આવી રહ્યા છે. ત્યારે હવે ધોરણ 9 થી 11 ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની માંગ ઉઠી છે. ત્યારે ગુજરત સરકાર દ્વારા આ અંગે આજે કેબિનેટ બેઠકમા વિચારણા કરવામાં આવશે. આગામી સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.73 ટકા થયો છે.

 56 ,  1