હવે બાળકોને હોસ્પિટલમાં જન્મતાની સાથે જ મળી જશે આધાર કાર્ડ!

બર્થ સર્ટિફિકેટ પહેલા આધાર કાર્ડ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI ટૂંક સમયમાં જ હોસ્પિટલમાં નવજાત શિશુઓના આધાર કાર્ડ પણ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ વ્યવસ્થા માટે હોસ્પિટલમાં હવે ટૂંક સમયમાં જ એનરોલમેન્ટ શરૂ કરી દેવાશે. જો આ યોજના પાર પડશે તો બાળક પાસેથી જ્ન્મતા વેંત જ એટલે કે બર્થ સર્ટિફિકેટ મેળવવા પહેલા બાળક પાસે આધાર કાર્ડ હશે. કારણ કે બર્થ સર્ટિફિકેટ મળવા લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે.જ્યારે આ યોજના મુજબ તો સૌથી પહેલા બર્થ સર્ટિફિકેટ નહીં પરંતુ આધાર કાર્ડ તેની ઓળખનો પુરાવો બની જશે.

UIDAIના CEO સૌરભ ગર્ગે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે નવજાત શિશુઓને આધાર નંબર આપવા માટે બર્થ રજિસ્ટ્રારની સાથે ટાઈ અપ કરવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. ગર્ગે કહ્યું કે દેશની 99.7% વયસ્ક વસતિને આધાર હેઠળ લાવવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં દેશની 131 કરોડ વસતિને આધાર નીચે એનરોલ કરવામાં આવી છે. હવે અમારો પ્રયાસ નવજાત શિશુઓનું રજિસ્ટ્રેશન કરાવવાનો છે. બાળકના જન્મ સમયે જ તેમનો ફોટો ક્લિક કરીને આધાર કાર્ડ તુરંત જ આપવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે દર વર્ષે બેથી અઢી કરોડ બાળકો જન્મે છે. અમે તેમને આધારમાં એનરોલ કરવાની તૈયારીમાં જ છીએ.

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના બાયોમેટ્રિક્સ નથી લેવાતી, પરંતુ તેને તેના માતા કે પિતામાંથી એકની બાયોમેટ્રિક સાથે જોડી દેવામાં આવે છે. 5 વર્ષની ઉંમર પાર કર્યા બાદ બાળકની બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રીન્ટ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે UIDAI દ્વારા દેશની તમામ વસ્તીને આધાર કાર્ડ હેઠળ લાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ જ છે. સૌરભ ગર્ગે કહ્યું હતું કે અમે સમગ્ર વસતિને આધાર નંબર આપવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. ગત વર્ષે અંતરિયાળ વિસ્તારોમાં 10,000 કેમ્પ લગાડવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં અમને જણાવવામાં આવ્યું હતું કે ઘણાં લોકો પાસે આધાર નંબર નથી ત્યાં તમામ જગ્યાએ આ પ્રકારની કવાયતથી 30 લાખ લોકોના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી