હવે GSTમાં હશે માત્ર 3 ટેક્સ સ્લેબ!

12 અને 18 ટકાને ટેક્ષ રેટને મર્જ કરીને બની શકે છે 16%નો નવો રેટ

ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ(GST) ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે સરકાર ચારને બદલે માત્ર ત્રણ ટેક્સ સ્લેબ રાખવા પર વિચાર કરી રહ્યા છે. વર્તમાન ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ 4 સ્લેબ – 5%, 12%, 18% અને 28% છે.

સરકાર 12 અને 18 % ટેક્સ સ્લેબને એક કરીને એક સિંગલ ટેક્સ સ્લેબ બનાવવા માંગે છે. તેને લઈને 27 નવેમ્બરના રોજ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મહત્વની બેઠક થઇ શકે છે. નવો ટેક્સ રેટ 15 અથવા 16% હોઈ શકે છે. અહેવાલ મુજબ, જો સરકાર 15% ટેક્સ સ્લેબ બનાવે છે તો રેવન્યુ પર કોઈપણ પ્રકારની અસર નહિ થાય. જૉ, ટોટલ GSTના દર ઘટીને 11.6% પર આવી જશે. જેને કારણે સરકારની કમાણી પર અસર થશે. આ ઘટાડાને પૂર્ણ કરવા માટે 16%નો ટેક્સ સ્લેબ વધુ સંભવિત છે.

12 અને 18 % ટેક્સ સ્લેબની વાત કરીયે તો GSTના બાસ્કેટમાં જેટલા સર્વિસ અને ગુડ્સ આવે છે તેના લગભગ 60% આ ટેક્સ રેટની મર્યાદામાં આવે છે, GST કાઉન્સિલની આગામી બેઠક ડિસેમ્બર 2021માં યોજાઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર મારવામાં આવી શકે છે. ઉપરાંત, અન્ય કેટલીંક પ્રોડક્સ્ટને પણ સરકાર GST હેઠળ લેવા માટે વિચાર કરી શકે છે.

નોંધનીય છે કે, 1 જુલાઈ 2017ના રોજ ગુડ્સ એન્સ સર્વિસીસ ટેક્સને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો. આગામી વર્ષે જુલાઈમાં તેના પાંચ વર્ષ પૂર્ણ થઇ જશે. તે પહેલા આ ટેક્સ સિસ્ટમને રીવેમ્પ કરવામાં આવી શકે છે. જયારે GST લાગુ કરવામાં આવ્યું ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે આગામી 5 વર્ષ સુધી રેવન્યુમાં થનાર નુકશાનની ભરપાઈ કરશે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી