હવે સગીર વાહન ચલાવતાં પકડાશે તો મા-બાપને થશે દંડ …

સગીર વયનાં યુવક યુવતી વાહન ચલાવતા અને અકસ્માત કરતાં ઝડપાય તો હવે પછી એનાં મા-બાપને આકરી સજા થશે.તેમાં મોટી રકમનો દંડ અને જેલનો સમાવેશ થાય છે.

મોટર વ્હીકલ એક્ટમાં સુધારા રૂપે સૂચવાયેલા આ પ્રસ્તાવને લોકસભામાં મંજૂરી મળી હતી. માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આ જાહેરાત લોકસભામાં કરી હતી. હાલ સ્કૂલમાં ભણતાં બાળકો ટુ વ્હીલર અને ક્યારેક ફોર વ્હીલર લઇને સડક પર નીકળતા હોવાની ઘટના લગભગ રોજની થઇ પડી છે.

નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આ સુધારા દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારોના કોઇ અધિકાર પર તરાપ મારવા માગતી નથી. વાહન વ્યવહાર સુગમ રીતે ચાલે અને અકસ્માતો ઓછા થાય એટલેાજ અમારો હેતુ છે. એ કારણથીજ આ સુધારો રજૂ કર્યો છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી