હવે એક મોબાઇલમાં લાગશે 2 HeadPhones, કંપનીએ લોન્ચ કર્યો ગોળ સ્ક્રીન સ્માર્ટફોન…

જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ નવી નવી શોધ પણ વધતી જ જાય છે. દરેક માણસોને કંઇક નવુ જ જોઇતું હોય છે ત્યારે વિશ્વનાં સૌથી મોટા કંજ્યૂમર ઈલેક્ટ્રોનિક શો એટલે કે, સીઈએસ 2020માં ઘણા બધા સારા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. જેમાં સ્માર્ટ ડાયપરથી લઈને પૂંછ વાળા રોબોટનો સમાવેશ થાય છે. સાથે CESમાં એક ગોળ સ્ક્રીનવાળો સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે. જેનું નામ ‘સર્કલ ફોન’ છે. આ ફોનને અમેરિકન સ્ટ્રટઅપ ડીટૂરે જાહેર કર્યો છે. સર્કલ ફોન દુનીયાનો પ્રથમ એવો ફોન છે જેમાં બે હેડફોન જૈક આપવામાં આવ્યા છે. આ ફોન 1990માં આવનારી સાયન્સ ફિક્શન ફિલ્મમાં બંને તરફવાળા ડિવાઈસ જેવું જ છે.

આ ફોનમાં બે સિમ કાર્ડનો અને સેલ્ફી માટે કેમેરો પણ આપવામાં આવ્યો છે. સાથે જ આ ફોનમાં LED ડિસ્પ્લે છે, પરંતુ તેની સાઈજની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. Cyrcle Phone માં બે હેડફોન જેક છે. જેથી બે લોકો એક સાથે ગીત સાંભળી શકે છે અથવા ફિલ્મ પણ જોઈ શકે છે. આ ફોનમાં એન્ડ્રોઈડ પાઈ 9.0 પણ આપવામાં આવ્યું છે.

આ ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. જો કે, રિયર કેમેરા વિશે કંપનીએ કોઈ પણ પ્રકારની જાણકારી આપી નથી.જેમાં 4G LTEનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં એપ હાલમાં લંબચોરસ સ્વરૂપ ખોલવામાં આવે છે, જેમાં એપના કેટલાક ભાગ દેખાડવામાં આવે છે. જો કે, કંપની ગોળ એપ ડિઝાઈન માટે કામ કરી રહી છે. કંપનીએ પોતના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ફોનને ખાસ એ લોકો માટે ડિઝાઈન કરવામાં આવી છે, જેના હાથ નાના છે અને પોતાના હાથનું સારુ ગ્રિપિંગ ઈચ્છે છે. જો કે, હાલમાં આ ફોનની કિંમત વિશે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી.

 10 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર